LoC પર ગમે ત્યારે સ્થિતી બગડી શકે છે: બિપીન રાવત
નવી દિલ્હી, પાકિસ્તાનથી જોડાયેલી લાઇન ઑફ કંટ્રોલ એટલે કે એલઓસી પર કોઈપણ સમયે સ્થિતિ બગડી શકે છે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે આ વાતની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારતીય સેના આવી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. આ પહેલા મંગળવારનાં એક ટીવી ચેનલનાં કાર્યક્રમમાં આર્મી ચીફે કહ્યું હતુ કે પાકિસ્તાનને નિયંત્રિત કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે સરહદ પર પાકિસ્તાને મંગળવારનાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતે નિષ્ફળ કરી દીધો હતો. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં 2 ભારતીય જવાનો શહીદ થયા હતા. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપતા પાકિસ્તાનનાં 2 સૈનિકો અને 3 ઘૂસણખોરોને ઠાર કર્યા હતા, તો બીજા 4 પાકિસ્તાની સૈનિકોને ઘાયલ કર્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનને કેટલીક ચોકીઓ પણ ધ્વસ્ત કરી હતી.