લોકલ ટ્રેનની માગ સાથે અંચેલીના ૧૮ ગામોનું મતદાન બહિષ્કારનું એલાન
(એજન્સી)નવસારી, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષકારોમાં હલચલ મચી રહી છે. અનેક પાર્ટીમાં પક્ષ પલટો અને ઉમેદવારોની નારાજગી સામે આવી રહી છે. ચૂંટણીની તૈયારીઓમાં દરેક પાર્ટી એડી ચોટીનું જાેર લગાવી રહી છે.
આ દરમિયાન ગુજરાતના ૧૮ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. આ લોકો લોકલ ટ્રેનની માંગ કરી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન બે વર્ષ પહેલા અંચેલી રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું.
હવે આ લોકો આ સ્ટેશન પર લોકલ ટ્રેનની સેવા પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, જાે ટ્રેન ન હોય તો વોટ ન મળે કારણ કે આના કારણે તેઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમને ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે રોજના ૩૦૦ રૂપિયા ખર્ચવા પડે છે.