ભિલોડામાં વીજ સ્ટેશન સ્થાપવાને લઈ સ્થાનિકોનો વિરોધ

અરવલ્લી, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખુમાપુર નજીક જેટકો વીજ સ્ટેશન સ્થાપવામાં આવી રહ્યુ છે. માટે જમીન સંપાદન સહિતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે નિર્માણ માટેની તજવીજ શરુ કરી છે.
બીજી તરફ સ્થાનિકો દ્વારા જેટકોના વીજ સ્ટેશનને સ્થાપવાને લઈ વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો દ્વારા વીજ સ્ટેશન સ્થાપવાને લઈ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હવે પોલીસ પ્રોટેક્શન સાથે કાર્ય શરુ કરાયુ છે.
ભિલોડા તાલુકાના ખુમાપુર નજીક ૨૨૦ કેવીનું જેટકો વીજ સબ સ્ટેશન સ્થાપવામાં આવી રહ્યું છે. જેનો સ્થાનિકો લોકોએ વિરોધ કર્યો છે. વીજ સ્ટેશન આવવાને લઈ સ્થાનિક લોકોને વીજ સપ્લાયને લઈ રાહત ઉભી થનારી છે.
પરંતુ સ્થાનિક લોકો વીજ સ્ટેશન સ્થાપવાને લઈ વિરોધ કરી રહ્યા છે. જમીન સંપાદન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ હવે નિર્માણ માટેની કાર્યવાહી શરુ કરાઈ છે. જેનો વિરોધ થતા જેટકો દ્વારા પોલીસ સુરક્ષા માંગવામાં આવી હતી.
સ્થાનિક જિલ્લાની પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરીને જેટકો વીજ સ્ટેશનની કાર્યવાહી શુક્રવારે શરુ કરવામાં આવી હતી. ખુમાપુર ગામે પોલીસનો મોટો કાફલો ખડી દેવામાં આવ્યો હતો અને જેટકોના વીજ સ્ટેશનના બાંધકામ માટેની કાર્યવાહીને શરુ કરવામાં આવી હતી.
સ્થાનિકોએ વીજ સ્ટેશનને પોતાના વિસ્તારને બદલે અન્ય સ્થળે ખસેડવા માંગ કરી હતી. જેની સામે નિયત કરવામાં આવેલ સ્થળે જ બાંધકામ કરવા માટે તંત્રએ તજવીજ શરુ કરી હતી. SS3SS