ફરેડી ગામે વીજ તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકો પરેશાન
(પ્રતિનિધિ) બાયડ, સમાર કામના અભાવે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતાં ફરેડી ગામના ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે, વીજતંત્ર દ્વારા સ્થાનિક ખેડૂતોની રજૂઆતોને ધ્યાન પર લેવામાં ન આવતી હોવાનો સ્થાનિક ખોડુતો આક્ષેપ કરી રહ્યા છે “… મોડાસા તાલુકાના ફરેડી ગામે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા સમયાંતરે સમારકામ હાથધરવામાં ન આવતાં અવાર નવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે અને ઘણી વખતે અચાનક વીજ પ્રવાહમાં વધ ઘટ થવાથી વીજ ઉપકરણોને પણ નુકશાન થાય છે, ત્યારે વિસ્તારના લોકોની ઉગ્ર માંગ છે કે, સત્વરે વીજ કંપની દ્વારા સમારકામ હાથધરવામાં આવે…મોડાસા તાલુકાના ફરેડી ગામે વીજતંત્રની બેદરકારીના કારણે સૌથી વધુ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છ.
ફરેડી વિસ્તારમાં આવેલા વીજ પોલ તેમજ ડી.પી. પર વેલાઓનું સામ્રાજ્ય ફેલાયું છે, જેને લઇ વારંવાર ડી.પી. માં ફોલ્ટ સર્જાય છે અને સાફ સફાઈના અભાવે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતાઓ રહેલી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજ કંપનીની કચેરીએ વારંવાર રજૂઆતો કરવા છતાં વીજતંત્ર દ્વારા તેમની રજૂઆતો ધ્યાન પર લેવામાં આવતી નથી, ત્યારે વીજ કંપની દ્વારા સત્વરે સમારકામ હાથધરવા માં આવે તેવી વિસ્તારની લોકમાંગ છે.