Lock Upp વિજેતા મુનવ્વર ફારુકીએ મિસ્ટ્રી ગર્લ સાથે કરી જીતની ઉજવણી
મુંબઈ, રિયાલિટી શૉ Lock Upp જીત્યા પછી કોમેડિયન મુનવ્વર ફારુકીની ખૂબ ચર્ચા થઈ રહી છે. મુનવ્વર ફારુકીના ફેન્સ તેની જીતને કારણે ઘણાં ખુશ છે. સોશિયલ મીડિયા પર મુનવ્વર ફારુકીના અનેક ફેન પેજ પણ છે.
કોમેડિયન મુનવ્વર શૉ જીતને કારણે તો ચર્ચામાં છે જ, સાથે સાથે તેની પર્સનલ લાઈફની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. શૉ દરમિયાન જ ખુલાસો થયો હતો કે મુનવ્વર પરીણિત છે અને એક બાળકનો પિતા છે. પરંતુ હવે જ્યારે તે શૉમાંથી બહાર આવ્યો છે ત્યારે મિસ્ટ્રી ગર્લ નાઝિલ સાથેના તેના સંબંધોની ચર્ચાઈ રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે નાઝિલ મુનવ્વરની ગર્લફ્રેન્ડ છે. અને હવે જાણે મુનવ્વરે પોતે આ રિલેશનશિપની પૃષ્ટિ કરી છે. નાઝિલે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં જાેઈ શકાય છે કે મુનવ્વર નાઝિલનો હાથ પકડીને બેઠો છે અને એક રોમાન્ટિક પોઝની તસવીર પણ શેર કરી છે.
નાઝિલે તસવીર શેર કરી છે જેમાં તે કેક સાથે ઉભી છે અને કેક પર લખ્યું છે, હેપ્પી બર્થડે નાઝિલ. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, બન્ને ઉજવણી એકસાથે. મુનવ્વર ફારુકીએ પોતાની જીતની અને નાઝિલના જન્મદિવસની ઉજવણી કરી હતી.
તસવીરોમાં જાેઈ શકાય છે કે નાઝિલના હાથમાં લાલ ગુલાબનું બુકે છે, જે મુનવ્વરે આપ્યું હોવાની અટકળ છે. આ સિવાયમ મુનવ્વર અને નાઝિલની અન્ય એક તસવીર છે જે અત્યંત રોમાન્ટિક છે. નાઝિલે એક મિરર સેલ્ફી શેર કરી છે, જેમાં તે મુનવ્વર સાથે ભેટી રહી છે. આ ફોટો સામે આવ્યા પછી મુનવ્વરના ફેન્સ ખુબ કમેન્ટ કરી રહ્યા છે.
કોઈ નાઝિલને ભાભી કહીને શુભકામનાઓ પાઠવી રહ્યું છે તો કોઈ તેમની જાેડીના વખાણ કરી રહ્યું છે. આટલુ જ નહીં, લોક અપની સક્સેસ પાર્ટીમાં પણ નાઝિલ પહોંચી હતી. તેમની અનેક તસવીરો સામે આવી હતી. શૉથી બહાર આવ્યા પછી મુનવ્વરે પહેલી વાર ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશન કર્યુ હતું. આ દરમિયાન તેણે અનેક વિષય પર વાત કરી હતી.
લાઈવ સેશનમાં મુનવ્વર ફારુકીએ પાયલના વખાણ કર્યા હતા અને તેની સાથે ફરી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. લાઈવમાં તેની સાથે અઝમા ફલ્લાહ પણ જાેડાઈ હતી. કંગના રનૌતના રિયાલિટી શૉ લોક અપની પ્રથમ સિઝનનો વિજેતા મુનવ્વર ફારુકી છે. લોક અપમાં કચ્ચા બદામ ફેમ અંજલિ અરોરા સાથેની તેની મીઠી તકરાર લોકોને ખૂબ પસંદ આવતી હતી.
ફેન્સે આ જાેડીને મુંજલિ નામ પણ આપ્યુ હતું. જાે કે શૉ દરમિયાન કંગનાએ એક બ્લર તસવીર બતાવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ તસવીરમાં મુનવ્વરની પત્ની અને દીકરો છે. ત્યારપછી મુનવ્વરે આ બાબતે કંઈ પણ ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો હતો. જાે કે નાઝિલ સાથેની તસવીરો સામે આવ્યા પછી મુંજલિ ફેન્સ ચોક્કસપણે નિરાશ થયા હશે.SSS