Western Times News

Gujarati News

મહિન્દ્રા લોજિસ્ટિક્સ દિલ્હી-NCRમાં વિશાળ વેરહાઉસ વિકસાવશે

લોગોસ અને મહિન્દ્રા લોજિસ્ટિક્સ ભારતની સૌથી મોટી વેરહાઉસિંગ સમજૂતીના ભાગરૂપે દિલ્હી-એનસીઆરમાં 1.4 મિલિયન સ્કેવર ફૂટનાં વેરહાઉસ વિકસાવશે

ભારતની સૌથી મોટી થર્ડ-પાર્ટી લોજિસ્ટિક્સ (3PL) સોલ્યુશન પ્રોવાઇડર પૈકીની એક મહિન્દ્રા લોજિસ્ટિક્સ (MLL) અને એશિયા પેસિફિકમાં લોજિસ્ટિક્સમાં અગ્રણી સ્પેશિયાલિસ્ટ લોગોસએ દિલ્હી-એનસીઆરમાં લોગોસ લુહારી લોજિસ્ટિક્સ એસ્ટેટમાં 1.4 મિલિયન સ્ક્વેયર ફીટ (mmsf)વેરહાઉસ સુવિધા માટે લાંબા ગાળાની લીઝ સમજૂતીની જાહેરાત કરી હતી. આ સમજૂતી કોઈ પણ સિંગલ પાર્કમાં ભારતની સૌથી મોટી વેરહાઉસિંગ સુવિધાનું પ્રતિનિધિત્વ કરે છે. LOGOS and Mahindra Logistics developing 1.4million sf of Multi-Client BTS Warehouses in Delhi-NCR in India’s Largest Warehousing Lease

આ સમજૂતી અંતર્ગત લોગોસ લોગોસ લુહારી લોજિસ્ટિક્સ એસ્ટેટમાં MLLમાટેકુલ 1.4 mmsfમાં ત્રણ ગ્રેડ-A વેરહાઉસ વિકસાવશે. પ્રથમ 0.5 mmsf વેરહાઉસ વર્ષ 2021ની મધ્યમાં પૂર્ણ થયું હતું, જે સંપૂર્ણપણે કાર્યરત છે અને અન્ય બે વેરહાઉસનું નિર્માણ હાલ ચાલુ છે, જેની ડિલિવરી અનુક્રમે વર્ષ 2021ના અંતમાં અને વર્ષ 2022ની શરૂઆતમાં થશે.

આ નવા વેરહાઉસ MLLની એકથ વધારે ક્લાયન્ટની સુવિધાઓનું અખિલ ભારતીય નેટવર્ક ઊભું કરવાનો મહત્વપૂર્ણ ભાગ બનશે, જે ઇ-કોમર્સ, કન્ઝ્યુમર અને એન્જિનીયરિંગ ઉદ્યોગોની અંદર એના ક્લાયન્ટને સેવાઓ આપવા અને વિતરણ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. આ સુવિધાઓ MLLનાં પર્યાવરણને અનુકૂળ ધારાધોરણો સાથે સુસંગત છે,

જેમાં લિક્વિડ ડિસ્ચાર્જ મેનજેમેન્ટ અને પુનઃપ્રાપ્ય ઊર્જા તથા વેસ્ટ મેનેજમેન્ટની જરૂરિયાતો તેમજ અદ્યતન ઓટોમેશન સામેલ છે. MLL આ તમામ સુવિધાઓમાં 2,500થી વધારે કર્મચારીઓને અને થર્ડ-પાર્ટી એસોસિએટ્સને રોજગારી આપશે.

લોગોસ અને MLLએમ બંનેની સસ્ટેઇનેબિલિટી પ્રત્યે કટિબદ્ધતાને અનુરૂપ એસ્ટેટ બજારમાં અગ્રણી સસ્ટેઇનેબિલિટી અને પર્યાવરણલક્ષી પહેલોને સામેલ કરશે, જેમાં 20 એકરમાં મિયાવાકી ફોરેસ્ટ પ્લાન્ટેશન, સૌર ઊર્જા ઉત્પાદન અને વેરહાઉસ માટે વિતરણ તથા માળખાગત સુવિધાઓ માટે સામાન્ય ઊર્જાની જોગવાઈ સામેલ છે.

એસ્ટેટની અંદર વેરહાઉસમાં હવાના સર્ક્યુલેશન, તાપમાન, ઊર્જા અને પાણીનો વપરાશ માપવા અદ્યતન નિરીક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેમાં કાર્યકારી નિયંત્રણ માટે પ્રોપર્ટીમાં ટ્રક અને લોકોની અવરજવર પર હીટ મેપિંગ સામેલ હશે, જે લોજિસ્ટિક્સ એસ્ટેટની ડિઝાઇનની ભવિષ્યની જરૂરિયાત સાથે સમન્વય સ્થાપિત કરશે.

લોગોસના ભારતીય વ્યવસાયના સીઇઓ મેહુલ શાહે કહ્યું હતું કે, “અમને ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કંપનીઓ પૈકીની એક MLL સાથે જોડાણ કરવાની ખુશી છે, જેથી અમે આ વિસ્તારમાં તેમની કામગીરીમાં નોંધપાત્ર વૃદ્ધિને ટેકો આપીશું.

અમે બિલ્ડિંગ અને બાહ્ય વિકાસના ઘટકો માટે ઓફસાઇટ પ્રીકાસ્ટ, ફેબ્રિકેશન અને પ્રીએસેમ્બલીનો ઉપયોગ કરતી પ્રક્રિયા લીન કન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરીને MLLને ત્રણ વેરહાઉસ ડિલિવર કરીશું. આ અમારા મજબૂત સ્થાનિક નેટવર્ક અને પ્રાદેશિક કુશળતાની સંકલિત થશે, જેણે અમને નિર્ધારિત સમયમર્યાદામાં વૈશ્વિક મહામારીના પડકારો વચ્ચે પણ પ્રથમ સુવિધા ડિલિવર કરવા સક્ષમ બનાવ્યાં છે.”

મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી રામપ્રવીણ સ્વામિનાથને કહ્યું હતું કેઃ “અમારા વેરહાઉસિંગ વ્યવસાયની વૃદ્ધિમાં અમારા સતત પ્રયાસોને જાળવી રાખીને અમને લોગોસ સાથે જોડાણમાં લુહારી વેરહાઉસિંગ સુવિધાઓ શરૂ કરવાની જાહેરાત કરતાં ખુશી થાય છે.

અમે ઇનબાઉન્ડ માટે સંકલિત, કસ્ટમાઇઝ સોલ્યુશન્સ પ્રદાન કરવા ધ્યાન જાળવી રાખીશું અને વેરહાઉસિંગ નેટવર્ક ચાવીરૂપ પાસું છે. અમે તમામ વિસ્તારોમાંથી હાલના અને સંભવિત ગ્રાહકો પાસેથી વ્યવસાયની વૃદ્ધિ જાળવી રાખવા આતુર છીએ. આ નવી સુવિધાઓ સસ્ટેઇનેબિલિટીની દ્રષ્ટિએ માપદંડ સ્થાપિત કરશે.”

CBREના ભારત, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકાના ચેરમેન અને સીઇઓ શ્રી અંશુમાન મેગેઝિને કહ્યું હતું કે, “અમને ભારતના વિકસતા ક્ષેત્રનો સંકલિત ભાગ બનવા પર અતિ ગર્વ છે. વેરહાઉસ સ્પેસ વર્ષ 2021માં 32 મિલિયન sfથી વધી જવાની અપેક્ષા છે, જે ડિજિટલાઇઝેશન, 3PL અને ઇ-કોમર્સ કંપનીઓ વેગ આપીને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે તથા એન્જિનીયરિંગ/ઉત્પાદન, રિટેલ, FMCG અને ફાર્માસ્યુટિકલ્સ જેવા અન્ય ક્ષેત્રોમાં સેન્ટિમેન્ટ સુધરશે.”

લોગોસ લુહારી લોજિસ્ટિક્સ એસ્ટેટ એ લોગોસ ઇન્ડિયા લોજિસ્ટિક્સ વેન્ચરનો ભાગ છે, જે ભારતના મુખ્ય લોજિસ્ટિક્સ બજારોમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, આધુનિક લોજિસ્ટિક્સ સુવિધાઓ વિકસાવવા 800 મિલિયન ડોલરનું રોકાણ કરવાની ક્ષમતા ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.