લોકસભાના રેકોર્ડમાંથી હટાવવું પડ્યું શિક્ષણ મંત્રીનું આવું નિવેદન

નવી દિલ્હી, બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત સાથે જ સોમવારે લોકસભામાં નવી શિક્ષણ નીતિ અને ત્રણ ભાષા નીતિ મુદ્દે ભારે હોબાળો થયો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધમેન્દ્ર પ્રધાને તમિલનાડુ સરકાર પર પ્રજાને શિક્ષણ નીતિ મુદ્દે ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્્યો હતો. બીજી બાજુ ડીએમકેએ પણ પ્રધાન પર તમિલનાડુનું અપમાન અને ફંડ અટકાવવાનો આરોપ મૂક્્યો હતો. ડીએમકે સાંસદોએ પ્રધાનના આરોપોનો વિરોધ નોંધાવતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું.
પ્રશ્નકાળ દરમિયાન પ્રધાને ડીએમકે સરકાર પર નેશનલ એજ્યુકેશન પોલિસીનો વિરોધ કરવાનો આરોપ મૂક્્યો હતો. તેમણે કહ્યું કે, એક સમય હતો, જ્યારે તમિલનાડુ સરકાર કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસીના એમઓયુ પર હસ્તાક્ષર કરવા તૈયાર હતી.
તમિલનાડુના શિક્ષણ મંત્રી સાથે અમુક સભ્ય અમારી પાસે આવ્યા હતાં. તેમણે સહમતિ દર્શાવી હતી. પણ અમુક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કારણકે, તેઓ ભવિષ્યમાં મુખ્યમંત્રી બનવા માગે છે. વર્તમાન મુખ્યમંત્રી વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રમાણિક નથી.
પ્રધાને આગળ કહ્યું કે, અમે તમિલનાડુને ફંડ ફાળવણી કરી રહ્યા છે. પરંતુ તે પ્રતિબદ્ધ નથી. તે વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે. તેઓ જાણી જોઈને રાજનીતિ કરી રહ્યા છે. આ દુર્ભાગ્યવશ છે. તે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યા છે. તેમના લોકતાંત્રિક અધિકારો અટકાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તમામ માટે કામ કરી રહી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીના ડીએમકે પર આ આરોપો મૂકાતા ડીએમકે સાંસદોએ સુત્રોચ્ચાર કર્યો હતો. સાંસદ કનિમોઝીએ જણાવ્યું હતું કે, તમારા ભાષણથી મને તકલીફ થઈ છે. તમારા શબ્દ અસભ્ય છે. તેને પરત લો. ડીએમકે સાંસદોએ ક્્યારેય ત્રણ ભાષા નીતિનો વિરોધ કર્યો નથી. ડીએમકે સાંસદો દ્વારા વિરોધ નોંધાતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, જો દુઃખ પહોંચ્યું હોય તો હું મારા અસભ્ય શબ્દો પાછા ખેંચુ છું.
ઉલ્લેખીય છે કે, રાજ્યમાં લાંબા સમયથી ત્રણ ભાષા નીતિનો મુદ્દો ચર્ચામાં છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની સરકાર ત્રણ ભાષા નીતિ લાગુ કરવાનો ઈનકાર કરી રહી છે. રાજ્ય પર હિન્દી ભાષા થોપવાનો આરોપ મૂકી રહી છે. તેમજ કેન્દ્ર સરકાર ફંડ ન આપી રહી હોવાનો પણ આરોપ મૂક્્યો છે.