Western Times News

Gujarati News

12 કલાકની ચર્ચા બાદ વકફ બીલ લોકસભામાં મંજૂરઃ આજે રાજ્યસભામાં રજૂ થશે

File

વકફ બિલ સંસદમાં રજૂ, સરકારે મુસ્લિમોને પાંચ આશ્વાસન આપ્યા-પ્રારંભમાં બિલ પર ચર્ચાનો સમય ૮ કલાક નક્કી કરાયા બાદ તેમાં વધારો કરાતા રાત્રે મોડે સુધી ચર્ચા ચાલી હતી. 

નવી દિલ્હી,લોકસભામાં બુધવારે બપોરે વકફ સુધારા બિલ ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તેને પ્રશ્નકાળ પછી બપોરે ગૃહમાં ચર્ચા માટે રજૂ કર્યો હતો. આ બિલ પર ચર્ચા માટે ૮ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ સાંસદોએ વધારે સમય લેતા આખરે તેમાં બે કલાકનો વધારો કરવામાં આવ્યો હતો જેના પરિણામે મોડે સુધી આ બીલ પર લોકસભામાં ચર્ચા થઈ હતી.

બુધવારે લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું. રાત્રે 2 વાગ્યે થયેલા મતદાનમાં 520 સાંસદોએ ભાગ લીધો હતો. 288એ પક્ષમાં મતદાન કર્યું અને 232એ વિરોધમાં મતદાન કર્યું.

સંસદમાં બિલની રજૂઆત દરમિયાન વિપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. વિપક્ષે ચર્ચાનો સમય વધારીને ૧૨ કલાક કરવાની માંગ પણ કરી છે. બિલ રજૂ કરતી વખતે સરકારે મુસ્લિમોને ૫ ખાતરી આપી છે.

કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલને લઈને ૯૭૨૭૭૭૨ પિટિશન મળી છે, આજ સુધી આનાથી વધુ કોઈ બિલને લઈને ક્્યારેય નથી આવી. ૨૮૪ પ્રતિનિધિમંડળોએ અલગ-અલગ સમિતિઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે. સકારાત્મક વિચારસરણી સાથે આ બિલનો વિરોધ કરનારાઓ પણ તેનું સમર્થન કરશે.
સરકારે મુસ્લિમોને આ પાંચ વચનો આપ્યા

સંસદમાં બિલ રજૂ કરતી વખતે કિરેન રિજિજુએ મુસ્લિમોને આશ્વાસન આપ્યું હતું કે આ બિલમાં કોઈપણ મસ્જિદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની જોગવાઈ નથી. આ માત્ર મિલકતનો મામલો છે, આ બિલને ધાર્મિક સંસ્થાઓ સાથે કોઈ લેવાદેવા નથી. સરકારે કહ્યું કે વકફ સુધારા બિલમાં કોઈપણ ધાર્મિક સ્થળ અથવા મસ્જિદની વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની દખલગીરીની જોગવાઈ નથી.

આમાં કોઈ ફેરફાર કે કોઈ દખલ કરવામાં આવશે નહીં. વકફ સુધારા બિલમાં કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિમાં દખલગીરીની જોગવાઈ નથી. અમે કોઈ મસ્જિદના કામકાજમાં હસ્તક્ષેપ કરવાના નથી. વકફ બોર્ડ કાયદાના દાયરામાં રહેશે, તેમાં કાયદાની વિરુદ્ધ કંઈ કરવામાં આવશે નહીં. રિજિજુએ કહ્યું કે કલેક્ટરથી ઉપરના કોઈપણ અધિકારી સરકારી જમીન અને કોઈપણ વિવાદિત જમીન વચ્ચેના વિવાદની તપાસ કરશે.

જ્યારે અમે વકફ પ્રોપર્ટી બનાવીએ છીએ ત્યારે અમે કોઈપણ આદિવાસી વિસ્તારમાં જઈ શકતા નથી. આ ફેરફાર મહત્વપૂર્ણ છે. કોઈપણ મસ્જિદ સામે કોઈ કાર્યવાહી કરવાની જોગવાઈ નથી. સરકારે કહ્યું કે આ બિલમાં મસ્જિદના સંચાલનમાં દખલગીરીની કોઈ જોગવાઈ નથી. સરકારે વચન આપ્યું હતું કે સેન્ટર કાઉન્સિલમાં કુલ ૨૨ સભ્યોમાંથી, ૪ થી વધુ બિન-મુસ્લિમો ન હોઈ શકે. ભૂતપૂર્વ અધિકારીઓ સહિત સંસદના ત્રણ સભ્યો ચૂંટાશે. સંસદના સભ્યો કોઈપણ ધર્મના હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.