Loksabha2024: 3958 કરોડના ડ્રગ્સમાંથી અંદાજે 30 ટકા ડ્રગ્સ એકલા ગુજરાતમાંથી ઝડપાયુંઃ ચૂંટણીપંચ
ચૂંટણી દરમિયાન દેશભરમાં કબજે કરાયેલા ડ્રગ્સમાં ૩૦ ટકા ગુજરાતમાંથી ઝડપાયુ
નવીદિલ્હી, લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂટણીપંચ દ્વારા દેશભરમાં જપ્ત કરાયેલા ડ્રગ્સમાંથી ૩૦ ટકા ગુજરાતમાંથી ઝડપાયું હોવાનું ચૂંટણી પેનલ દ્વારા બહાર પડાયેલા ડેટામાં જણાવાયું છે. ચૂંટણીપંચના જણાવ્યા મુજબ રૂ. ૩,૯૫૮.૮૫ કરોડમાંથી અંદાજે ૩૦ ટકા ડ્રગ્સ એકલા ગુજરાતમાંથી ઝડપાયું છે.
ડ્રગ્સ તથા સાઈકોટ્રોપિક પદાર્થો સહિત પ્રલોભન સામે ન્નત જાગૃતિ, જપ્તીની મોટી પ્રક્રિયા સતત વધારામાં પરિણમી છે. જેમાં દવાની જપ્તી સૌથી વધુ છે.ખર્ચની દેખરેખ તથા ચોક્કસ ડેટાનું અર્થઘટન તથા અમલીકરણ એજન્સીઓની સક્રિય ભાગીદારીના ક્ષેત્રોમાં જીલ્લાઓ ઉપરાંત એજન્સીઓના નિયમિત ફોલોઅપ્સ અને સમીક્ષાને પગલે ૧ માર્ચથી જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઈલેક્શન કમિશને શનિવારે કહ્યું હતું કે ત્રણ મોટા ઓપરેશનને પગલે આ સમયગાળામાં ૬૦૨ કરોડ, ૨૩૦ કરોડ અને ૬૦ કરોડ રૂપિયાની દવા જપ્ત કરવામાં આવી હતી.તે સિવાય ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) તથા ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં માત્ર ત્રણ દિવસમાં રૂ.૮૯૨ કરોડની રકમના ત્રણ ઉંચી કિંમતના ડ્રગ્સ જપ્ત કર્યા હતા.
એક સૌથી મોટા ઓપરેશનમાં ગુજરાત એટીએસ અને એનસીબીના સંયુક્ત દળે પોરબંદરના દરિયાકિનારેથી ૧૮૦ નોટિકલ માઈલ દૂર શંકાસ્પદ માછીમારી બોટને આંતરીને ૧૪ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. બોટમાંથી ૮૬ કિલો હેરોઈન કબજે કરાયું હતું જેની આંતરરાષ્ટ્રિય બજારમાં કિંમત ૬૦૨ કરોડ હોવાનું બહાર આવ્યું હતું.
તે સિવાય ગુજરાત એટીએસે રાજસ્થાન અને ગુજરાતના વિવિધ એકમો મેફેડ઼્રોન જેવા માદક પજાર્થોના ગેરકાયદે ઉત્પાદનના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ગુજરાત એટીએસ. એનસીબી અને દિલ્હીની સંયુક્ત ટીમોએ અમરેલી, ગાંધીનગર, સિરોહી અને રાજસ્થાનના જોધપુર ખાતે દરોડા પાડી ગેરકાયદે ઉત્પાદન એકમોને સીલ માર્યા હતા.
આ કામગીરીમાં ૧૦ જણાની અટક કરાઈ હતી અને ૧૨૪ લિટર પ્રવાહી સ્વરૂપે મેફેડ્રોન જપ્ત કરાયું હતું. ત્રીજા ઓપરેશનમાં ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને એનસીબીની સંયુક્ત ટીમોએ ૨૯ એપ્રિલના રોજ રૂ.૬૦.૫ કરોડની કિંમતનો ૧૭૩ ક્લો હશીશનો જથ્થો જપ્ત કર્યો હતો.