નડિયાદ સ્ટેશન પર લોકશક્તિ, સૌરાષ્ટ્ર મેલ અને જન શતાબ્દી ટ્રેનોના સ્ટોપેજનો સમય વધારવામાં આવ્યો

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા 9 માર્ચ 2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી નડિયાદ સ્ટેશન પર લોક શક્તિ એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ અને જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવ્યા છે જે 1લી ઓક્ટોબર 2022 થી આગળની સૂચના સુધી આગળ વધારવામાં આવી છે.
તદનુસાર 1લી ઓક્ટોબર 2022 થી આગળની સૂચના સુધી ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ લોક શક્તિ સુપર ફાસ્ટ એક્સપ્રેસ, 22945 મુંબઈ સેન્ટ્રલ – ઓખા સૌરાષ્ટ્ર મેલ અને 20947/20950 અમદાવાદ – એકતા નગર – અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ નડિયાદ સ્ટેશન પર ઉભી રહેશે.