Flight ટોઈલેટમાં સિગારેટ પીવા બદલ Londonના નાગરિકની ધરપકડ
અમદાવાદ, Londonના નાગરિકની અમદાવાદ એરપોર્ટ પોલીસે ધરપકડ કરી લીધી છે. ૪૫ વર્ષીય પેસેન્જર AI-172૨ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે ટોઈલેટમાં સિગારેટ પીધી હોવાની ઘટના સામે આવી છે. આની ગંભીરતાને જાેતા સોમવારે પાયલોટે જ ફરિયાદ દાખલ કરી દીધી છે. London citizen arrested for smoking cigarette in flight toilet
ઉલ્લેખનીય છે કે આ પેસેન્જર વિરૂદ્ધ IPC Section 336 એટલે કે લોકોની અંગત સુરક્ષા અને તેમના જીવ જાેખમમાં મુકવાના પ્રયાસ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. આ પેસેન્જર મૂળ ગુજરાતનો વતની છે અને તે ભૂજ પોતાના વતન જઈ રહ્યો હતો ત્યારે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે એ પહેલા તેણે નિયમ ભંગ કર્યો હતો.
આ ઘટના સવારે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. પાયલોટે ફરિયાદમાં ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ ફ્લાઈટ Londonથી Ahmedabad જઈ રહી હતી. તે સમયે સોમવારે સવારે ૧૦.૪૫ વાગ્યે આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ ૨ પર લેન્ડ થવાની હતી. જાેકે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા લગભગ સવારે ૧૦ વાગ્યાની આસપાસ અચાનક કોકપિટની Display Screen પર વોર્નિંગ અલાર્મનો મેસેજ Pop-Up થયો હતો.
પાયલોટે તાત્કાલિક આને ઈમરજન્સીની કંડિશન સમજી ક્રૂ મેમ્બરને Toiletમાં શું થયું છે એ જાેવા જવા આદેશ આપ્યો હતો. આ ઘટનાક્રમ અંગે ત્યારપછી ૨ ક્રૂ મેમ્બરે વિગતે જણાવ્યું હતું. ફ્લાઈટમાં અચાનક સ્મોક અલાર્મ વાગવાનું શરૂ થઈ ગયું હતું. ક્રૂ મેમ્બર્સ પણ બે ઘડી ગભરાઈ ગયા હતા. સ્થિતિ વધારે જાેખમી ન થયા એના માટે તેમને એક્શન લેવાની તૈયારીઓ પણ કરી લીધી હતી.
જાેતજાેતમાં ટોઈલેટમાંથી એક પેસેન્જર બહાર આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજતા તથા ફ્લાઈટમાં સવારી કરી રહેલા તમામ પેસેન્જરની સેફટી માટે ક્રૂ મેમ્બર્સે આ એલાર્મ પાછળનું કારણ શોધવા તજવીજ શરૂ કરી દીધી હતી. ૨ ક્રૂ મેમ્બર ત્યારપછી ટોઈલેટમાં ગયા હતા. અહીં તેમને સ્મોકિંગ થયું હોય એવી સ્મેલ આવી.
જેથી આખા ટોઈલેટની તપાસ કરી પરંતુ ક્રૂ મેમ્બરને સિગારેટ કે પછી લાઈટર મળી શક્યું નહીં. આ દરમિયાન સૌથી મોટો સવાલ એ થાય છે કે આ પેસેન્જર પાસે ફ્લાઈટમાં લાઈટર આવ્યું કેવી રીતે અથવા તો તેને શેની સહાયતાથી સિગારેટ લાઈટ અપ કરી હશે. જાેતજાેતામાં ક્રૂ મેમ્બર્સે સ્થિતિને કાબૂમાં લીધી જેથી કરીને અલાર્મ બંધ થયો અને ત્યારપછી આ પેસેન્જરની પૂછપરછ કરવાનું શરૂ થયું હતું. ક્રૂ મેમ્બર્સ ત્યારપછી ટોઈલેટમાંથી બહાર આવેલા પેસેન્જર પાસે પહોંચ્યા હતા.
ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે એમાં જણાવાયું છે કે ૪૫ વર્ષીય શખ્સે પહેલા તો આ ક્રૂ મેમ્બરને ભાવ પણ નહોતો આપ્યો. જ્યારે તેમને પૂછ્યો કે શું તમે ટોઈલેટમાં સ્મોક કર્યું છે. તો તેના જવાબમાં પેસેન્જર સતત ના પાડતો રહેતો હતો.
એટલું જ નહીં અવાર નવાર તેમની વચ્ચે ચર્ચાઓ થઈ છતાં પેસેન્જર એ સ્વીકારવા જ તૈયાર નહોતો કે તેને પ્લેનમાં સ્મોકિંગ કર્યું છે. જાેકે તેને ઘટનાની ગંભીરતા સમજાઈ અને કડક પગલાં ભરાઈ શકે એની જાણ થતા પોતાનો ગુનો કબૂલ્યો હતો. પેસેન્જરે ક્રૂ મેમ્બરને જણાવી દીધું હતું કે મેં ટોઈલેટમાં સ્મોકિંગ કર્યું છે.SS1MS