વિશ્વભરમાં કોવિડ પછી લોકોમાં લાંબાગાળાની સ્વાસ્થ્ય સંબંધી આડઅસરો વધીઃ ડો. કશ્યપ પટેલ

Files Photo
યુ.એસમાં ૧૩માંથી એક વ્યક્તિ લોંગ કોવિડથી પીડાય છે: ભારતમાં પરંપરાગત જીવનશૈલીથી પ્રમાણમાં અસર ઓછી છતાં તાજેતરની ઘટનાઓ ચિંતાજનક: વિશ્વમાં ૪૦ કરોડ લોકો લાંબા કોવિડથી અસરગ્રસ્ત
અમદાવાદ, કોવિડ પછી તેની લાંબાગાળાની અસર ભારત સહિત વિશ્વભરમાં લોકોમાં જોવા મળી રહી છે. એક અહેવાલ મુજબ વિશ્વભરમાં અંદાજે ૪૦ કરોડ લોકોમાં કોવિડ પછી અલગ અલગ લાંબી અસરો જોવા મળી રહી છે. Long-term health side effects have increased in people worldwide after Covid: Dr. Kashyap Patel
જેમાં ફેફસા, હદય, કિડની, નસ સંબંધિત અસરો, માનસિક આરોગ્ય, નવા કેન્સર વિકસવાનો ખતરો, જુના કેન્સરના ગતિશીલ થવાની શક્યતા, શારિરીક અશકતતા અથવા તો વિકલાંગતા જેવા દૂરોગામી પરિણામો જોવા મળી રહયા છે.
કેરોલીના બ્લ્ડ અને કેન્સર કેર એસોસિયેશનના Carolina Blood and Cancer Care Associatesના સી.ઈ.ઓ. ડો. કશ્યપ પટેલના જણાવ્યા પ્રમાણે લોંન્ગ કોવીડના અમેરિકામાં મુખ્ય આંકડાઓ ચિંતાજનક જોવામાં આવ્યા છે. યુ.એસ.માં દરેક ૧૩ વ્યકિતમાંથી ૧ વ્યક્તિ લાંબા કોવિડની અસરથી પીડાય છે. પ૦-પ૯ વર્ષની ઉંમરવાળા લોકોમાં ઉંમરલાયક લોકો કરતા ત્રણ ત્રણ કેસ જોવા મળી રહયા છે.
મહિલાઓમાં લોંગ કોવિડની અસરની સંભાવના પુરૂષોની તુલનાએ વધુ હોય છે ભારતમાં કેટલીક ચિંતાજનક ઘટનાઓ નોંધાઈ છે જેમાં હદયની બિમારીથી અચાનક મૃત્યુ, યુવાનોમાં કેન્સરનો વધારો કિડની રોગમાં વધારો, વ્યાપક ચિંતા – તાણ આ ઘટનાઓ અંગે કોઈ રીસર્ચ થયા નથી.
પરંતુ કોવિડના લાંબાગાળાની અસરના અનુસંધાનમાં તેને જોવામાં આવી રહી છે આ પરિસ્થિતિ પર ગંભીર ચર્ચાની જરૂર છે. ભારતમાં પોસ્ટ કોવિડની અસર જીવનશૈલીના કારણે ઓછી જોવા મળી રહી છે. અમેરિકામાં પિત્તાશય, પેનક્રીયસ, બ્રેસ્ટ કેન્સરના કેસમાં રપ થી ૩૦ ટકા વધારો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ડો. કશ્યપ પટેલે Covid-19 Health Disparities (CHD) જેવા વિષય પર ૧પ૦થી વધુ પેપર રજૂ કર્યા છે અને તેઓ યુ.એસ કોંગ્રેસથી સન્માનિત છે. યુ.એસ.માં તેમણે દરેક દર્દી સુધી સમાન આરોગ્ય સુવિધા પહોંચાડવા “No one left alone fovndation” નામની સંસ્થા શરૂ કરી છે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આરોગ્યલક્ષી કામગીરી માટે તેઓ ધ્યાન કેન્દ્રીત કરી રહયા છે.