કામ શોધી રહી છે તારક મહેતાની…. રિટા રિપોર્ટર
મુંબઈ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક્ટ્રેસ પ્રિયા આહુજા રિટા રિપોર્ટરના રોલમાં જાેવા મળે છે. પ્રિયાએ પોતાની અંગત જિંદગી પર ધ્યાન કેંદ્રિત કરવા માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. પરંતુ હવે ત્રણ વર્ષ બાદ પ્રિયા સ્મોલ સ્ક્રીન પર વાપસી કરવા માટે આતુર છે. તેને અપેક્ષા છે કે, જલ્દી જ તેને જાેઈતી તક મળી જશે.
રસપ્રદ વાત એ છે કે, પ્રિયા હજી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ છે અને જ્યારે તેનો ટ્રેક શરૂ થશે ત્યારે તે શોમાં પરત ફરશે. પ્રિયાએ કહ્યું, મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડ્યો નથી. હું હમણાંથી સીરિયલમાં દેખાઈ નથી એટલે લોકોને એવું લાગતું હશે કે મેં સીરિયલ છોડી દીધી છે. પરંતુ હાલ શોમાં એવો કોઈ ટ્રેક કે સ્ટોરીલાઈન નથી જેમાં મારા પાત્રને દર્શાવી શકાય.
પ્રિયાનું માનવું છે કે, તેણે લીધેલો બ્રેક જરૂરી હતો જેથી તે પોતાના બાળક પર ધ્યાન આપી શકે. તેણે આગળ કહ્યું, મને ખુશી છે કે હું સેટલ થઈ ગઈ છું અને મેં કામ ના કરવાનો ર્નિણય લીધો ત્યારે પણ કોઈ આર્થિક તંગી ના નડી. અગાઉ હું કામ કરતી હતી અને મારી પાસે સેવિંગ્સ હતું. નિઃશંકપણે મારા પતિ ડાયરેક્ટર માલવ રાજદા પણ કમાય જ છે.”
કુમકુમ અને ઝારા જેવી સીરિયલોમાં દેખાઈ ચૂકેલી પ્રિયાએ કહ્યું, “મારો દીકરો અરદાસ હવે અઢી વર્ષનો થઈ ગયો છે. હવે તે થોડો મોટો થયો છે અને પ્લે સ્કૂલમાં જાય છે એટલે હું એક્ટિંગ તરફ પાછી વળી શકું છું.
હું છેલ્લા ત્રણ વર્ષથી કામ નથી કરી રહી અને હવે સ્ક્રીન પર પાછી ફરવા માટે તલપાપડ થઈ રહી છું. હું મારી મમ્મી તરીકેની ફરજ અને કામ બંને સંભાળી શકું છું કારણકે મારા પતિ પણ મને દીકરાને સાચવવામાં મદદ કરે છે.
પ્રિયાએ અન્ય શો માટે ઓડિશન આપવાના શરૂ કરી દીધા છે. તેને પોતાની ઉંમરનો અથવા તેનાથી મોટી ઉંમરનો રોલ મળે તો પણ કરવામાં વાંધો નથી પરંતુ પાત્ર મજબૂત હોવું જાેઈએ. હું ૩૭ વર્ષની છું અને મારી ઉંમર કહેવામાં મને કોઈ વાંધો નથી.
મને ઓનસ્ક્રીન મમ્મીનો રોલ કરવામાં પણ વાંધો નથી, બસ પાત્ર લાંબુ હોવું જાેઈએ. મને ખબર છે કે કેટલીક અભિનેત્રીઓને સ્ક્રીન પર માનો રોલ કરવો નથી ગમતો પરંતુ આ દરેકની વ્યક્તિગત પસંદગી છે. મને આ વાતનો કોઈ વાંધો નથી, તેમ પ્રિયાએ વાત પૂરી કરતાં જણાવ્યું.SS1MS