Western Times News

Gujarati News

વડોદરામાં ભગવાન જગન્નાથની અનોખી સ્માર્ટ રોબોટ રથયાત્રા નીકળી

(માહિતી)વડોદરા, વડોદરા શહેરમાં દર વર્ષની જેમ એમ. એસ. યુનિ. ના રિસર્ચ સ્કોલર જય મકવાણા અને તેમના મિત્રોએ સતત ૧૦ માં વર્ષે વડોદરામાં ભગવાન જગન્નાથજીની સ્માર્ટ રોબો રથયાત્રાનું આયોજન કર્યું હતું.

આ વર્ષે તેમના જૂથે બેટરી રિચાર્જ કરવા માટે ટોચ પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરીને ઊર્જા બચત કરવાની સાથે રથની રચના કરી હતી. જેનો મૂળ ઉદ્દેશ રિન્યુએબલ સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવા અને પર્યાવરણને બચાવવા અંગે મજબૂત સંદેશ આપવાનો છે.

વિજ્ઞાન અને સંસ્કૃતિને એકીકૃત કરીને આ જૂથ દર વર્ષે રથની ડિઝાઇનમાં ફેરફાર કરે છે અને રોબોટિક કાર પર રથને મૂકવામાં આવે છે અને તેની સાથે આગળ વધે છે. બ્લૂટૂથ ટેક્નોલોજી સાથે રથ આગળ વધે છે. તે એક સરસ આકર્ષક ખ્યાલ છે જ્યાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રિમોટ વડે નિયંત્રિત વાહન પર જાય છે.

આ વર્ષે આ ગ્રુપે ડિઝાઇન દ્વારા પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ ફેલાવ્યો હતો. ઓરિસ્સા રથયાત્રામાં શ્રી જગન્નાથજીની સેવામાં ઉપયોગમાં લેવાતા ‘નંદીઘોષ’ રથ જેવો જ ૫ ફૂટ ઊંચો લાકડાનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. ૪ સફેદ ઘોડા અને ૬ પૈડાંને રોબોટિક કાર સાથે જાેડીને રોબો રથ તૈયાર કરવામાં આવ્યો છે.

તે દોરડા વડે નહીં પરંતુ ભક્તોના મોબાઈલ ફોનના બ્લૂટૂથથી જાેડાયેલ હોય છે. સુદર્શન ચક્ર રથની ટોચ પર સ્થાપિત કરવામાં આવે છે અને તેને તાડના વૃક્ષના પાન અને વિવિધ ફૂલોથી શણગારવામાં આવે છે એમ જય મકવાણાએ જણાવ્યું હતું. આ વખતે આ ગ્રુપે પર્યાવરણ બચાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે રથની રચના કરી હતી.

રોબોટ બનાવનાર નિરજ મહેતા અને રવિન્દ્ર સોલંકીએ જણાવ્યું કે આ સ્માર્ટ રોબોટમાં ૧૨ વોલ્ટની બેટરી અને ૧૦૦ આર.પી.એમ. મોટર સાથેના ૬ પૈડાં લગાવવામાં આવ્યા છે જે પ્રતિ કલાકે ૧૦ કિમીની ઝડપ આપે છે જે રથને દોડવામાં જરૂરી ઝડપ મદદ મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.