ભગવાન કૃષ્ણે સુદામા સાથે મિત્રતા નિભાવી એ સુદામાનું મોટું સદભાગ્યઃ સાધ્વીજી
મોડાસાના વરથુ ગામે સાત દિવસીય ભાગવત કથાની પૂર્ણાહુતિ
(પ્રતિનિધિ) મોટી ઇસરોલ, મોડાસા તાલુકાના વરથુ ગામે સાત દિવસીય ભાગવત કથાની આજે પૂર્ણાહુતિ થઈ હતી. કથાકાર પૂ. પરમેશ્વરી દીદીએ કથા પૂર્ણાહુતિ દિને કથા રસપાન કરાવતાં જણાવ્યું કે આપણું કોઈ ખરાબ બોલે એ આપણા હાથમાં નથી પણ આપણે કોઈનું ખરાબ ન બોલવું એ આપણા હાથમાં છે.
ભગવાન કૃષ્ણે સુદામા સાથે મિત્રતા નિભાવી એ સુદામાનું મોટું સદભાગ્ય !! આપણે ઈચ્છીએ એમ થાય એ શક્ય નથી. આપણી ઇવ્હા મુજબ બધું થાય એ પણ શક્ય નથી .ક્યારેય શક્ય નથી કે બધા આપણને અનૂકુળ થાય. બધા આપણું માને, આપણી મરજી મુજબ જ થાય એ પણ શક્ય નથી.
અમે બધાનું સારું કરીએ છીએ તો અમારું ય સારૂ થવું જોઈએ એ પણ શક્ય જ નથી.ભગવાન રામ અને કૃષ્ણે સર્વનું કલ્યાણ કર્યું તોયે એમનું ય બૂરૂ કરનારા રાવણ, કુંભકર્ણ, શિશુપાલ વીગરે અસુરો હતા .
નાનો માણસ મોટાને મિત્ર બનાવે એમા કઈ ખાસ નથી પણ મોટો માણસ નાનાને સખો બનાવે ને બધા વચ્ચે કહે કે આ આ મારો મિત્ર..એ ખાસ વાત બને…ભગવાન કૃષ્ણે સાથે ગુટુકુલમાં સહ પાઠી સુદામાને મિત્ર બનાવ્યાં અને મિત્રતા નિભાવી એ સુદામાનું સૌથી મોટું સદભાગ્ય.છે. અવતાર કાર્ય પૂરું થયું છે અને હીરણ નદીના કિનારે ભાલકા તીર્થ નામે ઓળખાતા સ્થાનમાં ભગવાન પ્રાચીના પીપળા હેઠળ અખિલ બ્રહ્માંડ નાયક સુતા છે. અને પારધીના બાણે જીવન લીલા સંકેલીને પરમધામ ગમન કરી ગયા!!