Western Times News

Gujarati News

ભગવાન રામ તમામ માનવ જાતિના ઈષ્ટ દેવ છે: ઈકબાલ શેખ

મ્યુનિ. બોર્ડમાં રામલલાનો જય જય કાર-ટેક્ષ વિભાગમાં વર્ષોથી ચાલતા કૌભાંડ સામે આંખ આડા કાન કરતા શાસકો ઃ શહેજાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે અભિનંદન પ્રસ્તાવ રજુ થયા બાદ ‘જીરો’ અવર્સની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે મ્યુનિ. રેવન્યુ વિભાગ દ્વારા માત્ર ક્ષુલ્લક ટેક્સ બાકી હોય તેવા નાગરીકોની મિલકતને સીલ કરવામાં આવે છે જ્યારે કરોડોની રકમ જેની પાસેથી લેણી નિકળે છે તેની સામે કોઇ યોગ્ય પગલા લેવામાં આવતા નહી હોવાનો સીધો આક્ષેપ મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેઝાદખાન પઠાણો કર્યો છે.

તેમણે બોર્ડની બેઠકમાં એવો પણ આક્ષેપ કર્યો કે, મોલ મલ્ટીપ્લેક્ષના ર્પાકિંગની આકારણી કરવામાં આવતી નથી જ્યાં તેના ગ્રાહકો પાસેથી ર્પાકિંગની ફી પણ વસુલાય છે. જે મોટું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત મ્યુનિ. દ્વારા બ્રીજ નીચે, પ્લોટમાં કે ઓનરોડ ર્પાકિંગના કોન્ટ્રક્ટર પાસે પણ પ્રોપર્ટી ટેક્સ વસુલવો જોઇએ. અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા અંગે મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં અભિનંદન પ્રસ્તાવ મેયર સ્થાનેથી રજુ કરવામાં આવ્યો હતો

જેને સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન અને કોંગ્રેસના સભ્યોએ ટેકો આપ્યો હતો પ્રસ્તાવના દરમિયાન મેયરે હિન્દુઓના પ્રભુ શ્રી રામ તેવો ઉલ્લેખ કર્યો હતો ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે ઉભા થઈ તેમાં સુધારો કરતા જણાવ્યું હતું કે પ્રભુ રામ માત્ર હિન્દુઓના જ નહીં સમગ્ર માનવ જાતિના ઈષ્ટ દેવતા છે આમ પ્રથમ વખત મ્યુનિ. બોર્ડમાં ધાર્મિક એખલાસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું

અયોધ્યા બાદ ગ્રીનીસ બુકમાં ફલાવર શો ને સ્થાન મળવા અંગે પણ અભિનંદન પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા અંગે મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં અભિનંદન પ્રસ્તાવ મેયર સ્થાનેથી રજુ કરવામાં આવ્યો હતો જેને સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન અને કોંગ્રેસના સભ્યોએ ટેકો આપ્યો હતો પ્રસ્તાવના દરમિયાન મેયરે હિન્દુઓના પ્રભુ શ્રી રામ તેવો ઉલ્લેખ કર્યો હતો ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે ઉભા થઈ તેમાં સુધારો કરતા જણાવ્યું હતું કે

પ્રભુ રામ માત્ર હિન્દુઓના જ નહીં સમગ્ર માનવ જાતિના ઈષ્ટ દેવતા છે આમ પ્રથમ વખત મ્યુનિ. બોર્ડમાં ધાર્મિક એખલાસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અયોધ્યા બાદ ગ્રીનીસ બુકમાં ફલાવર શો ને સ્થાન મળવા અંગે પણ અભિનંદન પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. મ્યુનિ.ને મોટા હાથીઓ પાસેથી રૂ. ૨૫૦૦ કરોડથી વધારેની પ્રોપર્ટી ટેક્સની રકમ લેણી નિકળે છે. માત્ર ૫૦ જેટલા બાકીદારોના રેવન્યુ રેકર્ડમાં નોંધ પડાવવામાં આવી છે.

ભારત સરકારના કન્ટેનર નિગમ પાસે પણ ૩.૧૫ કરોડ, ટ્રાન્સસ્ટેડીયા પાસે ૬ કરોડ, બીએસએનએલ પાસે ૨ કરોડ જેટલી રકમ બાકી છે. જ્યારે કેટલાક બાકીદારોને મ્યુનિ. દ્વારા ટેન્ડરમાં કોન્ટ્‌ર્ાક્ટ આપવામાં આવે છે. જોકે તેમની પાસેથી ટેક્સની વસુલાત કરાતી નથી. મિલકતોની સમયસર આકારણી ન થવાને કારણે પણ મ્યુનિ.ને મોટુ નુકશાન થઇ રહ્યું છે. બી.યુ. પરમીશન મળે તે સાથે જ આકારણી થઇ જવી જોઇએ.

મ્યુનિ. સંચાલીત રીવરફ્રન્ટ પર બોટીંગ ચલાવતા કોન્ટ્રાકટરો પાસે યોગ્ય લાયસન્સ પણ નહી હોવાનો સીધો આક્ષેપ મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કર્યો છે. માત્ર વડોદરામાં બનેલી ઘટના બાદ જ આ કોન્ટ્રાક્ટરો પાસે લાયસન્સ માંગવામાં આવતાં છેલ્લા ૫ દિવસથી બોટીંગની કામગીરી અહી બંધ છે. અત્યાર સુધી વગર લાયસન્સે ચાલતી બોટીંગ પ્રવૃત્તી અમદાવાદના નાગરીકોના જીવન સાથે રમત સમાન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.