દીવમાં રિસોર્ટ બૂક કરાવવા જતાં રુા. 3 લાખ ગુમાવ્યા
અમદાવાદ, શહેરની ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિને દીવમાં રિસોર્ટ બૂક કરાવવાનું મોંઘું પડ્યું છે, ઓનલાઈન સર્ચ કરીને નંબર મેળવનારા અમદાવાદના વ્યક્તિએ એક પછી એક ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા ૩ લાખ ગુમાવવા પડ્યા છે. આ અંગે તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જ્ઞાન થતા બોપલ પોલીસને ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ફરી એકવાર ગૂગલ પરથી નંબર મેળવીને રિસોર્ટ બૂકિંગ કરાવવાની બાબતે ફરિયાદ છેતરપિંડીની ઘટના બની છે. આ વખતે સત્યમ ખરે નામના ખાનગી કંપનીમાં ફરજ બજવતા મેનેજર સાથે છેતરપિંડીની ઘટના બની છે. તેમણે દીવ ફરવા જવા માટે રિસોર્ટનું બૂકિંગ કરાવવા માટે બે દિવસમાં ૧૦,૮૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. Lost Rs 3 lakh while booking a resort in Diu
જાેકે, આમ છતાં રિસોર્ટમાં તેમનું બૂકિંગ થયું ના હોવાની વિગતો મળતા તેમને ડબલ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ગઠીયા ટોળકી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ સત્યમ ખરેએ પોતાના રૂપિયા પરત મેળવવા માટે એક પછી એક ટ્રાન્ઝેક્શન કરીને ૩.૦૫ લાખ રૂપિયા મોકલ્યા હતા.
અંતે તેમને પોતાના રૂપિયા પરત મેળવવામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે અને તેમની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું માલુમ પડતા સત્યમ ખરેએ આ અંગે બોપલ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. બોપલ પોલીસે રિસોર્ટ બૂકિંગના નામે ૩ લાખથી વધારે રૂપિયા ગુમાવ્યા મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ કરી છે.
મહત્વનું છે કે પોલીસ દ્વારા પણ લોકોને વારંવાર સલાહ આપવામાં આવે છે કે ગૂગલ પરથી નંબર મેળવીને બૂકિંગના નામે આડેધડ રૂપિયા મોકલવાના જાેઈએ. આમ છતાં ઘણાં લોકો સસ્તામાં બૂકિંગના નામે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને છેતરાઈ રહ્યા છે. અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડની ઘટના બની છે.
જે બાદ અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોને સચેત રહેવાની માટે વારંવાર સૂચના આપવામાં આવે છે. હાલ વેકેશનનો સમય શરુ થઈ ગયો છે ત્યારે ઓનલાઈન છેતરપિંડી કરવા માટે ગઠીતા લાગ મળે તેની રાહ જાેઈને બેઠા હોય છે. ફરવાના સ્થળ પર જતા પહેલા બૂકિંગ કરાવવાનું પ્લાનિંગ કરનારા લોકોએ આ રીતે છેતરપિંડી ના થાય તેની કાળજી રાખવી જરુરી છે.SS1MS