વણાકબોરી થર્મલ ખાતે લુઈસ બ્રેઇલ ડે ની કરાયેલી ઉજવણી
(પ્રતિનિધિ) સેવાલિયા, ગળતેશ્વર તાલુકાના ટીમ્બા ના મુવાડા થર્મલ ખાતે ગાયત્રી નગરમાં લુઇસ બ્રેઈલ ડે તારીખ ૪ થી જાન્યુઆરી પ્રજ્ઞાચક્ષુ માસ્ટર પીન્ટુભાઇ દ્વારા આયોજીત સુંદરમ આર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સેવાલિયા તથા જય અંબે ડાન્સ ગ્રુપ થર્મલ ગાયત્રી નગર પ્રજ્ઞાચક્ષુ ઓ ને પ્રોત્સાહીત કરવા મોં આવ્યા.
આ કાર્યક્રમ મોં ઠાસરા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી યોગેશ ભાઈ પરમાર (બકાભાઈ ) તથા પ્રભુ ભાઈ દેસાઈ, દાતા શ્રી હરિપ્રિયા મેડમ, વિનુભાઈ પટેલ, નમ્રતા બેન પટેલ, પ્રજ્ઞાચક્ષુ તારક લુહાર (સેક્રેટરી નંબર ગુજરાત)સંજય ભાઈ ચાવડા ( સુરત )જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનો દ્વારા ડાન્સ, સિંગિંગ, મિમિક્રી જેવા વિવિધ કાર્યક્રમ કરેલ હતા.
ગોધરા ના પ્રજ્ઞાચક્ષુ હેપી દેસાઈ ગીત રજુ કરી લોકો ને મંત્રમુગ્ધ કરેલ હતા.વિવિધ સ્થાને થી મોટી સંખ્યા મોં પ્રજ્ઞાચક્ષુ ઓ, અને જય અંબે ગ્રુપ ના બાળકો મોટી સંખ્યા મોં ઉપસ્થિત રહેલ હતા. સુંદરમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખશ્રી ધીરજ ભાઈ વાળંદ દ્વારા દરેક પ્રજ્ઞાચક્ષુઓ ને ગરમ ધાબળા નું વિતરણ કરેલ હતું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે દાતાશ્રી હરિપ્રિયા મેડમ, વિશાલભાઈ શર્મા, તથા રાજુભાઈ શાહ દાન આપી પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહિત કરેલ. આકાર્યકમ માસ્ટર પીન્ટુભાઇ, રાહુલ ભાઈ આનંદી બહેન, સુનિતા બહેન દ્રારા ખુબ જ઼ મહેનત કરી સફળ કરેલ હતો.