Western Times News

Gujarati News

લાકડા કાપવા આવવાની ના પાડતા પ્રેમી ઉશ્કેરાયોઃ વિધવાની કુહાડીના ઘા ઝીંકી હત્યા

પ્રતિકાત્મક

અંકલેશ્વર પાસે વિધવા પ્રેમિકાની કુહાડીના ઘા ઝીંકીને પ્રેમીએ હત્યા કરી

ભરૂચ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી વિધવાની કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી પ્રેમી ફરાર થઈ ગયો હતો. પ્રેમ સંબંધના કરૂણ અંજામમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડયો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના ૩૮વર્ષીય સુશીલા વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું. સુશીલાને સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલા ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવાર નવાર ઘરે આવતો હતો, અને બંને પતિ પત્ની તરીકે જ જીવન વિતાવતા હતા.

બંનેના પ્રેમ સંબંધમાં કાલિદાસને સુશીલા ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હોય બંનેના સંબંધોમાં ખટાશ આવી હતી. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. દરમિયાન તા.૧પમી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાના ઘરે આવ્ય્‌ હતો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું. જો કે સુશીલા ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા જ કાલિદાસ ઉશ્કેરાઈ ગયો હતો,

અને સુશીલાના માથામાં કુહાડીના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી તે ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ સુશીલાના ભાઈ રાજેશ વસાવાને થતા તેઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરી હતી. જોકે ૧૦૮ની ટીમે સુશીલાને મૃત જાહેર કર્યા હતા. ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્ય્‌ હતો. ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.