હલકી ગુણવત્તાની ચાઈનીઝ પ્રોડક્ટ્સને દેશમાં પ્રવેશ બંધી કરાશે
Ban on Imports : Low quality Chinese products will be banned from entering the country
નવીદિલ્હી,સરકાર સ્વદેશી સામાનને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ(QCOs)ની શરૂઆત કરવામાં આવશે જેથી હલકી ગુણવત્તાવાળા માલની આયાત અટકાવી શકાય અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. સરકાર આગામી છ મહિનામાં એલ્યુમિનિયમ, કોપર પ્રોડક્ટ્સ અને ઘરેલું ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે ઓછામાં ઓછા ૫૮ QCO લાવશે.
એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે.આ ર્નિણયની સૌથી વધુ અસર ચીન પર પડશે. વાસ્તવમાં, સરકાર જે માલની આયાત બંધ કરવાનું વિચારી રહી છે તેમાંથી મોટા ભાગના માલની આયાત ચીનમાંથી જ થાય છે. એકંદરે ભારતમાં સબસ્ટાન્ડર્ડ ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવા માટે સરકારે સારી તૈયારીઓ કરી છે અને તેની અસર આગામી સમયમાં જાેવા મળી શકે છે.
Department for Promotion of Industry and Internal Trade દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દિશામાં આ પગલું ભરવાની તૈયારી ચાલી રહી છે. ભારતમાં બનેલી પ્રોડક્ટ સારી ગુણવત્તાની હશે. આ સિવાય તેમની કિંમત સસ્તી થવાની શક્યતા છે જેનો સીધો ફાયદો ભારતીય ગ્રાહકોને થશે.
DPIITમાં જાેઈન્ટ સેક્રેટરી સંજીવે જણાવ્યું કે વર્ષ ૧૯૮૭થી માત્ર ૩૪ ક્યુસીઓ લાવવામાં આવ્યા છે.
પરંતુ હવે અમે આગામી છ મહિનામાં ૫૮ QCO લાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નીચા દરજ્જાની વસ્તુઓની આયાતને રોકવાનો છે. આ ફરજિયાત ધોરણો સ્થાનિક અને વિદેશી બંને કંપનીઓ માટે હશે. ગુણવત્તા નિયંત્રણ માટે જારી કરાયેલા આ આદેશો હેઠળ, ૩૧૫ ઉત્પાદનો પ્રમાણભૂત હશે.
આ આદેશો હેઠળ, ભારતીય માનક બ્યુરો ચિહ્ન ધરાવતા ઉત્પાદનોનું ઉત્પાદન, ખરીદી, વેચાણ, આયાત અને સંગ્રહ કરી શકાતું નથી. તેમણે કહ્યું કે, ઊર્ઝ્રં પ્રક્રિયાને અનુસર્યા પછી એક વર્ષમાં તેની જાણ કરવામાં આવશે. દેશમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ તમામ પગલાં લઈ રહી છે.તેમણે કહ્યું કે ગુણવત્તા સુનિશ્ચિત કરવાથી ભારતમાં બનેલી વસ્તુઓ માટે સમગ્ર વિશ્વ બજાર પણ ઉપલબ્ધ થશે.HM1