LPG Cylinder Price Hike:ગેસ સિલિન્ડરના બાટલાની કિંમતમાં ૫૦ રુપિયાનો વધારો !!
નવી દિલ્હી, ૧ માર્ચે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ક્રમશઃ રુ.૫૦ અને રુ. ૩૫૦નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, હવાઈ મુસાફરી ખર્ચમાં ઘટાડો થઈ શકે છે કારણ કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવ દિલ્હીમાં ૧.૧૨ થી ઘટીને ૧.૦૭ થઈ ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં પણ જુદા જુદા શહેરોમાં ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. LPG Cylinder Price Hike
ગુજરાતમાં અમદાવાદમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની નવી કિંમતો રુ. ૧,૧૧૦ કિંમત પહોંચી છે.
ગાંધીનગર | રુ. ૧,૧૧૦.૫૦ |
રાજકોટ | રુ. ૧,૧૦૮.૦૦ |
સુરત | રુ. ૧,૧૦૯.૫૦ |
વડોદરા | રુ. ૧,૧૦૯.૦૦ |
સુરેન્દ્રનગર | રુ. ૧,૧૧૫.૦૦ |
દેશના વિવિધ શેહરોમાં ગેસ સિલિન્ડર નવા ભાવ મુજબ
કોલકાતા | રુ. ૧,૦૭૯.૦૦ |
મુંબઇ | રુ. ૧,૦૫૨.૫૦ |
ચેન્નાઇ | રુ. ૧,૦૬૮.૫૦ |
ગુડગાંવ | રુ. ૧,૦૬૧.૫ |
નોઇડા | રુ. ૧,૦૫૦.૫૦ |
બેંગલુરુ | રુ. ૧,૦૫૫.૫૦ |
ભુવનેશ્વર | રુ. ૧,૦૭૯.૦૦ |
ચંદીગઢ | રુ. ૧,૧૧૨.૫૦ |
હૈદરાબાદ | રુ. ૧,૧૦૫.૦૦ |
જયપુર | રુ. ૧,૦૫૬.૫૦ |
લખનૌ | રુ. ૧,૦૯૦.૫૦ |
પટના | રુ. ૧,૨૦૧.૦૦ |
ત્રિવેન્દ્રમ | રુ. ૧,૦૬૨.૦૦ |
મહત્વનું છે કે, ભારતમાં LPGની કિંમત સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા માસિક ધોરણે નક્કી કરવામાં આવે છે અને તેમાં ફેરફાર થઈ શકે છે. ૨૦૧૪માં ૧૯ કિલો વજનના કોમર્શિયલ સિલિન્ડર દીઠ રુ. ૩૫૦ના વધારા પછી આ બીજાે સૌથી મોટો સિંગલ ટાઈમ વધારો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર જૂન ૨૦૨૨ પછી પહેલીવાર ફરી પ્રતિ સિલિન્ડર રુ. ૨૧,૦૦થી ઉપર પહોંચ્યો છે.
૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ૧,૭૬૯ રુપિયાથી ૧૯.૮ ટકા વધીને ૨,૧૧૯ રુપિયા થઈ ગઈ છે. જ્યારે ૧૪.૨ કિગ્રા LPG સિલિન્ડરની કિંમત ૪.૭ ટકા વધીને ૧,૦૫૩ રુપિયાથી વધીને ૧,૧૦૩ રુપિયા થઈ ગઈ છે.ss1