LRDની ભરતીના ફોર્મ ભરવા માટે ગણતરીના દિવસ બાકી
ગાંધીનગર, ગુજરાત પોલીસ દ્વારા વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં કુલ આ વર્ગની ૧૦૪૫૯ જગ્યા ભરવામાં આવશે.
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉમેદવારો ઓનલાઇન ઓજસ પરથી ૯મી સપ્ટેમ્બરે રાત્રિના ૧૧.૫૯ વાગ્યા સુધી આ ભરતી માટે આવેદન આપી શકશે. આ ભરતી અંગે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કાગડોળે રહા જાેઈને બેઠા હતા ત્યારે નવી સરકારની નિયુક્તિ બાદ એકસાથે ૧૦,૪૫૯ પદ ભરવામાં આવશે.
LRD નોકરી માટે ધોરણ ૧૨ પાસ અથવા તો તેને સમકક્ષ સરકાર માન્ય અભ્યાસક્રમ કર્યો હોવો અનિવાર્ય છે. નોકરી માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોની વય મર્યાદા ૯-૧૧-૧૯૮૭ ૯-૧૧-૨૨૦૩ સુધીમાં લધુતમ ૧૮ વર્ષ અને મહત્તમ ૧૮ વર્ષ હોવી અનિવાર્ય છે. આ વય મર્યાદામાં એસસી, એસટી, અને એસઈબીસી કેટેગરીના અને ઈડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારોની પાંચ વર્ષની છૂટ મળશે જ્યારે કે મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળશે.
આ સાથે અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ૧૦ વર્ષની છૂટ મળશે. બિનહથિારધારી પોલીસ કોન્સ્ટેબલ માટે ૩૪૯૨ પુરૂષ ઉમેદવારો અને ૧૭૨૦ મહિલા ઉમેદવારોની જગ્યા ખાલી છે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે ૪૩૪ પુરૂષ અને ૨૬૩ મહિલાઓની જગ્યા ભરાશે. આ ઉપરાંત સીઆરપીએફમાં ૪૪૫૦ પુરૂષ ઉમેદાવારો મળી કુલ ૧૧૦૪૫૯ જગ્યાઓ ભરવામાં આવશે.
LRD ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શારિરીક કસોટી અને લેખિત પરીક્ષા મુજબ લેવામાં આવશે. શારિરીક કોસીટમાં ૫૦૦૦ મીટરની દોડ પુરૂષો માટે અને ૧૬૦૦ મીટરની દોડ મહિલાઓ માટે યોજાશે. આ ઉમેદવારોમાંથી જે લેખિત પરીક્ષામાં પહોંચશે તેમને ૧૦૦ માર્ક્સની લેખિત પરીક્ષા આપવાની રહેશે.
LRD ઉમેદવારોને સરકારના નિયમ મુજબ કૉમ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. આ અંગેના કોઈ પણ ડિપ્લોમાં ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા અથવા ધોરણ ૧૦-૧૨માં કોમ્યુટર વિષય સાથે પાસ થયેલા હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જાેઈએ. ઉમેદવારોને ગુજરાતી અથવા હિંદી અથવા બંને ભાષાનું જ્ઞત્રાન હોવાનુ અનિવાર્ય છે.SSS