Western Times News

Gujarati News

LRD ભરતી વિવાદ : સરકાર ગુરૂવારે નવો પરિપત્ર બહાર પાડશે

અમદાવાદ, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલલા 65 દિવસથી એલઆરડી ભરતીના વિવાદના મુદ્દે મહિલાઓ આંદોલન કરી રહી છે. આ મામલે ગઈકાલે સરકારે તેમની માંગણી સ્વીકારી અને 1-8-2018ના ઠરાવામાં સુધારો કરવાની વાત કરી હતી.જોકે, નવા પરિપત્રની લેખેતિ નકલ માંગી આંદોલન ન સમેટવાની જીદે ચડેલી મહિલાઓ હટી નહોતી. દરમિયાન આજે સરકાર વતી એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં જણાવ્યું છે કે સરકાર આ મુદ્દે નવો જીઆર બહાર પાડશે અને અરજદારોની માંગણી સંતોષાઈ જશે.

આ મામલે વધુસુનાવણી 187મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. દરમિયાન આ મામલે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ નવા આંદોલનની ચીમકી આપી છે. દિનેશ બાંભણિયાએ કહ્યું કે સરકાર અમારી સાથે ચર્ચા નહીં કરે તો અમે આંદોલન કરીશું. બિન અનામત સમાજે રૂપાણી સરકારને સીધી ચેતવણી આપી છે કે જો આ પરિપત્રમાં કંઈપણ ફેરફાર થશે તો સરકારે ભોગવવા તૈયાર રહેવું પડશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ચીમકી ઉચ્ચારી છે કે પરિપત્રમાં છેડછાડ થશે તો રાજ્ય વ્યાપી આંદોલન કરવામાં આવશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે છેલ્લી કેટલીક ભરતીમાં જનરલ કેટેગરીની મહિલાઓને અનામતના લીધે ઓર્ડર હજુ સુધી આપવામાં આવ્યા નથી.

આવી મહિલાઓને તત્કાલ ઓર્ડર આપવાની પણ તેમણે માગ કરી છે અને જો તેમને ઓર્ડર નહીં મળે તો 15 ફેબ્રુઆરીથી બિન અનામત સમાજની 396 યુવતીઓ ગાંધીનગરમાં ઉપવાસ છાવણી ખાતે ઉપવાસ પર બેસશે. સાથે જ આજે ગાંધીનગરમાં બિન અનામત સમાજની એક બેઠક મળશે જેમાં અગાઉની રણનીતિ નક્કી કરવામાં આવશે. દરમિયાન આ મામલે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ નવા આંદોલનની ચીમકી આપી છે. દિનેશ બાંભણિયાએ કહ્યું કે સરકાર અમારી સાથે ચર્ચા નહીં કરે તો અમે આંદોલન કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.