LRD મહિલાઓએ રણશિંગુ ફુક્યું : LRD મહિલાઓએ ફરજ પર હાજર કરવાની માંગ સાથે અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર, રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

રાજ્ય સરકારને નાકે દમ લાવી દેનાર એવા એલઆરડી ભરતી પ્રકરણ સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો જેમાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોને નુકશાનકારક ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GADએ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવને રદ કરવાની માંગ સાથે ૭૨ દિવસ સુધી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ પર બેઠી હતી અંતે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સમાધાન થતા આંદોલન સમેટાયું હતું પરંતુ હજુ સુધી મહિલા LRD ની પરીક્ષામાં પાસ થયેલ મહિલા ઉમેદવારોને ફરજ પર હાજર ન કરાતા ઉમેદવારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે LRD બહેનોને વહેલી તકે ફરજ પર હાજર કરવામાં આવેની માંગ સાથે અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર ફરજ પર સત્વરે હાજર નહિ કરે તો ફરીથી રાજ્ય વ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
ગુરુવારે અરવલ્લી જીલ્લાની LRD ભરતીમાં ઉત્તીર્ણ થયેલ મહિલાઓએ જીલ્લા અધિ.કલેકટર આર.જે.વલવીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમય થી LRD બહેનો ની ભરતી વિવાદમાં રહી છે , ગાંધીનગર માં 72 દિવસના આંદોલન બાદ રાજ્ય સરકારે સમાધાન ફોર્મ્યુલા અપનાવી બહેનો નું આંદોલન શાંત પાડ્યું હતું જે વાતને આજે ચાર મહિના જેવો સમય વિતી ચુક્યો છે તેમ છતાં હજુ સુધી ” લોક રક્ષક ભરતી બોર્ડ ” દ્વારા બહેનો ને ફરજ પર હાજર કરવામાં નથી આવ્યા હાલ ની પરિસ્થિતિ ને ધ્યાને લેતા એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર કોરોનાની મહામારી વચ્ચે ફરી એકવાર અમોને આંદોલન કરવા માટે મજબૂર કરી રહી છે