Western Times News

Gujarati News

LRD મહિલા ઉમેદવારો ગાંધીનગરમાં રસ્તા પર ઉતરી

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસથી એલઆરડી ભરતીમાં ૨૦ ટકા પ્રતીક્ષાયાદી જાહેર કરવાની માગ સાથે મહિલા ઉમેદવારો સરકાર સામે આંદોલન કરી રહી છે. ત્યારે આજ રોજ ગાંધીનગરમાં બેનર સાથે દેખાવ કરતી મહિલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે.

ગતરોજ પણ મહિલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. એલઆરડી મહિલા ઉમેદવારોએ સામૂહિક મુંડન કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી, છતાં સરકાર દ્વારા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં ન આવતા મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો ગતરોજ વિધાનસભાના ગેટ નંબર એક ખાતે એકઠી થઈ હતી.

જાેકે, મુંડન કરાવે એ પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વાસ્તવમાં ૧૬ જુલાઈ ૨૦૨૨ના રોજ એલઆરડી ૨૦૧૮ ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩૨૭ પુરૂષ અને ૧૧૧૨ મહિલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ જાહેર કરાઈ હતી.

આ ૧૧૧૨ મહિલા ઉમેદવારોને બદલે ૧૦૧ ઉમેદવારોને જ ઓર્ડર અપાતા અન્ય મહિલા ઉમેદવારોમાં રોષ જાેવા મળી રહ્યો છે. સરકારની જાહેરાત છતાં ઓર્ડર ન મળતા ન્ઇડ્ઢ મહિલા ઉમેદવારોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ૨૦૧૮-૧૯ એલઆરડી વેઈટિંગ મુદ્દે મહિલા ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન કરી રહી છે.

આંદોલન કરી રહેલી મહિલા ઉમેદવારે જણાવ્યું કે, ‘ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ૨૦ ટકા વેઈટિંગ ઓપરેટ કરવાનું કહ્યું હતું અને તમામ ૨૦૧૮ વેઈટિંગ લિસ્ટવાળા મહિલા ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવા આવશે એવી જાહેરાત કરી હતી. આજે દસ્તાવેજ ચકાસણી થયાને દોઢ મહિનો થયો છે.

હજુ સુધી કોઈ નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે મહિલાઓ છેલ્લા ૧૯ જેટલા દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે. જ્યાં સુધી ઉમેદવારોને અપાયેલું વચન પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.