લોકરક્ષક ભરતી-૨૦૧૮નું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું
ગુજરાતના હજારો યુવાનો માટે ખુશીના સમાચારઆઈપીએસ અધિકારી વિકાસ સહાયે ટ્વીટ કરી માહિતી આપી
ગાંધીનગર, એલઆરડીનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વેઈટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકરક્ષક ભરતી-૨૦૧૮ની પરીક્ષાનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈપીએસ અધિકારી વિકાસ સહાયે આ માહિતી આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકરક્ષક કેડર-૨૦૧૮ ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ જાહેર આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે ૨૪ એપ્રિલ ૨૦૨૦ના રોજ જાગેર આખરી પરિણામમાં સામેલ ન થયા હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદીને ધ્યાનમાં રાખી વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું છે.
પોલીસ ભરતી બોર્ડે જાહેર કરેલા વેઇટિંગ લિસ્ટ પ્રમાણે ૧૩૨૭ પુરૂષોને આ વેઇટિંગ લિસ્ટમાં જગ્યા મળી છે. જ્યારે ૧૧૧૨ મહિલાઓને આ વેઇટિંગ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની બાંહેધરી આપી હતી.
લોકરક્ષક ભરતી લિસ્ટ ઓપરેટ કરવા બાબતે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યુ કે, ૨૦૧૮ માં કુલ ૧૨૧૯૮ જગ્યા ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ૨૦૨૦ માં પરિણામ જાહેર થયું હતું. ત્યારે વેઇટીંગ લિસ્ટ ન હતું. ઉમેદવારોની લાગણી અને માંગણી હેઠવ વેઇટીંગ લિસ્ટનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ર્નિણયથી યુવાનોને રોજગાર મળશે. પોલીસ અને પબ્લિકના રેશિયોમાં ઘટાડો થશે.