L&Tએ સુરતમાં હોસ્પિટલ્સને પ્રથમ બે મેડિકલ – ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટ્સ ડિલિવર કર્યાં
મુંબઇ, ભારત કોવિડ-19ની બીજી લહેરનો સતત સામનો કરી રહ્યું છે ત્યારે એલએન્ડટીએ આજે સુરતમાં હોસ્પિટલ્સને પ્રથમ બે ઓક્સિજન જનરેટિંગ યુનિટ્સ ડિલિવર કર્યાં છે. સ્મિમેર હોસ્પિટલ અને ન્યુ સિવિલ હોસ્પિટલ બંન્નેએ 700 લીટર્સ/મીનીટ ઓક્સિજનનું ઉત્પાદન કરવા સક્ષમ 22 ઓક્સિજન જનરેટર્સ પૈકીના પ્રથમ મેળવ્યાં છે.
સાંસદ અને ગુજરાત બીજેપી પ્રેસિડેન્ટ શ્રી સી.આર. પાટીલ, રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ મંત્રીશ્રી કિશોર કાનાણી, શ્રીમતી દર્શના જરદોશ સાંસદ-સુરત, શ્રી બચ્છાનિધિ પાની, કમીશનર-એસએમસી, ડો. ધવલ પટેલ, ડીએમ અને કલેક્ટર-સુરત,
શ્રી સંદીપ દેસાઇ, જિલ્લા બીજેપી પ્રેસિડેન્ટ, શ્રીમતી ઝંખનાબેન પટેલ, એમએલએ-ચોર્યાસી, શ્રી મૂકેશ પટેલ, એમએલએ-ઓલપાડની ઉપસ્થિતિમાં ઓક્સિજન પ્લાન્ટ્સ રવાના કરવામાં આવ્યાં હતાં. આ યુનિટ્સ ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. રાગિણી વર્મા અને સ્મિમેર હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. વંદના દેસાઇને સોંપવામાં આવશે.
વિશ્વના અલગ-અલગ ભાગોમાંથી અને ભારતમાંથી વિવિધ ચીજોના આગમન સાથે 22 ઓક્સિજન જનરેટર યુનિટ્સનું ઉત્પાદન, એસેમ્બલ અને ટેસ્ટિંગ એલએન્ડટી હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પલેક્ષ ખાતે થઇ રહ્યું છે, જે બાદ તેને ઓક્સિજનની ભારે અછતનો સામનો કરી રહેલી સમગ્ર ભારતની હોસ્પિટલ્સમાં મોકલવામાં આવશે. એલએન્ડટીનું લાંબાગાળાનું સોલ્યુશન દેશમાં મેડિકલ-ગ્રેડ ઓક્સિજનની માગને પૂર્ણ કરશે તેવી અપેક્ષા છે તથા હોસ્પિટલ્સને આગામી 10-15 વર્ષ સુધી સેવાઓ પૂરી પાડશે.
એલએન્ડટીના સીઇઓ અને એમડી શ્રી એસ.એન. સુબ્રમનિયને કહ્યું હતું કે, “આપણે આરોગ્ય સંભાળ સિસ્ટમને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને પહેલાં કરતાં વધુ સારી રીતે સમજીએ છીએ અને તે વર્તમાન આરોગ્ય કટોકટીમાં જીવન બચાવવા પૂરતું જ નહીં,
પરંતુ હોસ્પિટલ્સને ભવિષ્યમાં આ પ્રકારની આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા માટે સારી રીતે સજ્જ કરવા બાબતે પણ લાગુ પડે છે. દરેક નાગરિકને આ મહામારીમાંથી બહાર આવવા મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શક્ય તેટલો સપોર્ટ કરવાનું સુનિશ્ચિત કરવા એલએન્ડટી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે વહીવટીતંત્ર સાથે કામ કરવાની તેની કટીબદ્ધતા ઉપર અડગ છે.”
પ્રત્યેક યુનિટમાં કોમ્પ્રેસર, એર ઇનટેક વેસલ, ડ્રાયર, ઓક્સિજન જનરેટર અને ઓક્સિજન સ્ટોરેજ ટેંક સાથે ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ છે, જે હોસ્પિટલ્સ અથવા મેડિકલ સુવિધાની કુલ 1,750 બેડની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. આ યુનિટ્સ પ્લગ-એન્ડ-પ્લે સિદ્ધાંત ઉપર કામ કરે છે. એકવાર તમામ હિસ્સાઓને જોડ્યાં બાદ કોમ્પ્રેસર થોડી જ મીનીટમાં હવાને ચોક્કસ પ્રેશર સાથે પહોંચવામાં મદદરૂપ બને છે. ત્યારબાદ જનરેટર પાઇપ્સમાં ઓક્સિજન પમ્પિંગ કરવાનું શરૂ કરે છે.
એલએન્ડટીએ તબીબી સાધનોની અછતને દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે દક્ષિણ ગુજરાતમાં 24 વેન્ટિલેટર્સ પણ સપ્લાય કર્યાં છે. કંપનીએ તેની કેટલીક પ્રોજેક્ટ સાઇટ્સ ઉપર ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ વિતરિત કર્યાં છે કે જ્યાં પ્રોજેક્ટ સાઇટ્સ ઉપર શ્રમિકો રહે છે.
આપાતકાલીન સ્થિતિનો સામનો કરવાની વ્યવસ્થાના ભાગરૂપે ઘણાં સ્થળો ઉપર નર્સિંગ સ્ટાફ અને મેડિકલ મોબાઇલ યુનિટ (એમએમયુ) સાથે ડ્રાઇવરને 24×7 ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. તેણે કામદારો માટે રસીકરણનું પણ આયોજન કર્યું છે, જે માટે સ્થાનિક હોસ્પિટલ્સ અને હેલ્થ સેન્ટર્સ અથવા સ્થાનિક વહીવટીતંત્ર સાથે જોડાણ કરાયું છે. વિવિધ સાઇટ્સ ઉપર એલએન્ડટીના મોટી સંખ્યામાં કામદારોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.