Western Times News

Gujarati News

L&Tનાં CEO & MD એસ એન સુબ્રમન્યમને પ્રતિષ્ઠિત IIM-JRD ટાટા એવોર્ડ એનાયત થયો

મુંબઈ, લાર્સન એન્ડ ટૂબ્રોના સીઇઓ અને એમડી શ્રી એસ એન સુબ્રમન્યમને મેટલર્જિકલ ઉદ્યોગોમાં કોર્પોરેટ લીડરશિપમાં પ્રતિષ્ઠિત આઇઆઇએમ-જેઆરડી ટાટા એવોર્ડ એનાયત થયો છે.  આ સાથે શ્રી સુબ્રમન્યન પ્રતિષ્ઠિત આઇઆઇએમ-જેઆરડી ટાટા એવોર્ડ અગાઉ મેળવનાર દિગ્ગજો રતન ટાટા, ઇ શ્રીધરન, સજ્જન જિંદાલની હરોળમાં સામેલ થયા છે.

 તાજેતરમાં આ એવોર્ડ સમારંભ 57મા નેશનલ મેટલર્જિકલ ડે પર એલએન્ડટીનાં સીઇઓ અને એમડીને એવોર્ડ એનાયત થયો હતો. એલએન્ડટીનાં સીઇઓ અને એમડીએ એવોર્ડ સમિતિનો આભાર માનતા કહ્યું હતું કે, હું આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને સન્માનની લાગણી અનુભવું છું, જે ભારતીય ઉદ્યોગમાં એલએન્ડટીનાં પ્રદાનનું સન્માન પણ છે. અમે ઉત્કૃષ્ટતા મેળવવા અને નવા માપદંડો સ્થાપિત કરવાનું જાળવી રાખીશું.

 શ્રી સુબ્રમન્યનની પસંદગી મેટરલર્જિકલ ઉદ્યોગમાં લીડરશિપ અને વિકાસમાં એમનાં ઉત્કૃષ્ટતા પ્રદાનને બિરદાવવા માટે થઈ હતી. તેમનાં પ્રદાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને ક્ષેત્ર પર અસર કરી છે.

 આઇઆઇએમ-જેઆરડી એવોર્ડની શરૂઆત વર્ષ 2007માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેટલ્સ (આઇઆઇએમ)એ કરી હતી. સ્ટીલ અને ખાણ મંત્રાલય દર વર્ષે નેશનલ મેટલર્જિકલ ડે પર આ એવોર્ડ એનાયત કરે છે.

 આ પ્રસંગે સચિવ શ્રી બિનોય કુમાર અને રાજ્ય કક્ષાનાં મંત્રાલયમાં સંયુક્ત સચિવ શ્રીમતી રુચિકા ચૌધરી ગોવિલ, આઇઆઇએમનાં પ્રેસિડન્ટ ડો. યુ કામાચી મુદાલી અને સેક્રેટરી-જનરલ કુશલ સાહા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.