Western Times News

Gujarati News

L&T ટેકનોલોજી સર્વિસીસે FY2021-22માં 21 ટકાની વૃદ્ધિ કરી

નાણાકીય વર્ષ 2021-22માં આવક ₹6,570 કરોડ, વાર્ષિક ધોરણે 21%ની વૃદ્ધિ-નાણાકીય વર્ષ 2021-22માં ચોખ્ખો નફો ₹957 કરોડ, વાર્ષિક ધોરણે 44%ની વૃદ્ધિ

ભારતની અગ્રણી સંપૂર્ણપણે એન્જિનીયરિંગ સર્વિસીસ કંપની એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડ (BSE: 540115, NSE: LTTS)એ 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે એના પરિણામોની જાહેરાત કરી હતી.

નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાનાં મુખ્ય નાણાકીય પરિણામોઃ

·         આવક ₹17,561 મિલિયન; વાર્ષિક ધોરણે 22%ની વૃદ્ધિ

·         અમેરિકન ડોલરમાં આવક $232 મિલિયન; સાતત્યપૂર્ણ ચલણમાં વાર્ષિક ધોરણે 19%ની વૃદ્ધિ

·         EBIT માર્જિન 18.6%; વાર્ષિક ધોરણે 200 bpsનો વધારો

·         ચોખ્ખો નફો ₹2,620 મિલિયન; વાર્ષિક ધોરણે 35%ની વૃદ્ધિ

નાણાકીય વર્ષ 2021-22નાં મુખ્ય નાણાકીય પરિણામો:

·         આવક ₹65,697 મિલિયન; 21%ની વૃદ્ધિ

·         અમેરિકન ડોલરમાં આવક $880 મિલિયન; સાતત્યપૂર્ણ ચલણમાં 20%ની વૃદ્ધિ

·         EBIT માર્જિન 18.3%; 380 bpsનો વધારો

·         ચોખ્ખો નફો ₹9,570 મિલિયન; 44%ની વૃદ્ધિ

·         બોર્ડે શેરદીઠ અંતિમ ડિવિડન્ડ સ્વરૂપે ₹15ની ભલામણ કરી

ત્રિમાસિક ગાળા દરમિયાન એલટીટીએસએ 100 મિલિયન ડોલરથી વધારેની ડિલ, 25 મિલિયન ડોલરથી વધારેની એક ડિલ અને 10 મિલિયન ડોલરથી વધારે ટીસીવી સાથે અન્ય 4 ડિલ મેળવી હતી. ત્રિમાસિક ગાળા દરમિયાન ડિજિટલ અને અદ્યતન ટેકનોલોજીઓમાંથી આવક 57 ટકા હતી.

એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ચઢ્ઢાએ કહ્યું હતું કે, “અમે નાણાકીય વર્ષ 2021-22માં કેટલાંક સીમાચિહ્નો સર કર્યા છે – સાતત્યપૂર્ણ ચલણમાં ડોલરમાં આવકની 20 ટકાની વૃદ્ધિ, રેકોર્ડ ઊંચું કાર્યકારી માર્જિન, તથા અમારા એન્જિનીયર્સે ફાઇલ કરેલી પેટન્ટમાં ત્રણ ગણાથી વધારે વધારો. અમારી વૃદ્ધિ વિસ્તૃતપણે તમામ પાંચ સેગમેન્ટમાં 10 ટકાથી વધારે રહી છે અને કાર્યકારી માર્જિનમાં સુધારો દર્શાવે છે.

અમે ચોથા ત્રિમાસિક ગાળામાં અમારા તમામ છ વર્ટિકલમાં અતિ સારી પ્રગતિ કરી છે, અમે ઇએસીવી સ્પેસમાં 100 મિલિયનથી વધારેની એક ડીલ મેળવી છે – અમારી અદ્યતન ઇલેક્ટ્રિક વીટીઓએલ (વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ) એરક્રાફ્ટ પ્રોગ્રામ માટે વ્યૂહાત્મક એન્જિનીયરિંગ પાર્ટનર તરીકે પસંદગી થઈ છે.

આ ડીલ સાથે અમે ઓટો અને ટ્રક્સ અને ઓફ હાઇવે સેગમેન્ટમાં અમારી ઇએસીવી સફળતાને એરોસ્પેસમાં લઈ જવા સક્ષમ બન્યાં છીએ, જે અમારી વિવિધ ક્ષેત્રોમાં એન્જિનીયરિંગ કુશળતાને પ્રતિબિંબિત કરે છે.

આશરે 20,000 એન્જિનીયરની અમારી ટીમ નવી અને પથપ્રદર્શક નવીનતાઓના યુગમાં લઈ જવા કંપનીઓ સાથે જોડાણને લઈને ખુશ છે. આપણે નવા નાણાકીય વર્ષમાં શરૂઆત કરી હોવાથી મને વધારે બહોળો હિસ્સો ઝડપવા અમારી ક્ષમતાની સજ્જતા પર ભરોસો છે અને દુનિયામાં ટોચના ઇઆરએન્ડડી કંપનીઓની પસંદગીની એન્જિનીયરિંગ પાર્ટનર તરીકે જળવાઈ રહેવાનો વિશ્વાસ છે.”

પુરસ્કારો અને સન્માનો:

·         જોહન ડીરેના 2021 એચીવિંગ એક્સલન્સ પ્રોગ્રામમાં એલટીટીએસને પાર્ટનર-લેવલ સપ્લાયર એન્ડ સપ્લાયર ઓફ ધ યર તરીકે બિરદાવવામાં આવી હતી

·         2022 યુ.એસ. બિગ ઇનોવેશન એવોર્ડ્ઝમાં એલટીટીએસને એના પોઇન્ટ-ઓફ-કેર સેપ્સિસ સોલ્યુશન માટે ટોપ ઇનોવેટિવ પ્રોડક્ટ ઓફ ધ યર કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો

·         એલટીટીએસને એવરેસ્ટ ગ્રૂપના એન્જિનીયરિંગ સર્વિસીસ પીક મેટ્રિક્સ સર્વિસ પ્રોવાઇડર ઓફ યર™ એવોર્ડ્ઝ 2022માં 54 સર્વિસ પ્રોવાઇડર્સમાં રેન્ક #6 મળ્યો હતો

·         12મા એજિસ ગ્રેહામ બેલ એવોર્ડ્ઝમાં એલટીટીએસને ઇનોવેશન ઇન સાયબરસીક્યોરિટી કેટેગરીમાં બિરદાવવામાં આવી હતી

·         અમેરિકા સ્થિત બિઝનેસ ઇન્ટેલિજન્સ ગ્રૂપે એલટીટીએસને બેસ્ટ પ્લેસીસ ટૂ વર્ક પૈકીના એક તરીકે બિરદાવવી હતી

·         એલટીટીએસને હેલ્થકેર કેટેગરીમાં એસોચેમ સીએસઆર એન્ડ સસ્ટેઇનેબિલિટી એક્સલન્સ એવોર્ડ 2022 સાથે બિરદાવવામાં આવી હતી

·         એલટીટીએસએ એના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે બીડબલ્યુ રિસાયકલઃ રિસાયકલિંગ ફોર ગ્રીનર ટૂમોરોમાં ગોલ્ડ જીત્યો હતો

પેટન્ટ-નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાને અંતે એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસની પેટન્ટનો પોર્ટફોલિયો 868 હતો, જેમાંથી 605 એના ગ્રાહકો સાથે કો-ઓથર્ડ હતી અને બાકીની પેટન્ટ એલટીટીએસ દ્વારા ફાઇલ થયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.