L&T દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા માળખાગત પ્રોજેક્ટમાં L1 તરીકે બહાર આવી
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL)એ 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીઓએ સબમિટ કરેલી નાણાકીય બિડ ખોલ્યા પછી MAHSR બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે ઓળખાતા અને 508.17 કિલોમીટર લંબાઈ ધરાવતા મુંબઈ – અમદાવાદ હાઈ-સ્પીડ રેલના 237.1 કિલોમીટરના પેકેજ સી4નું નિર્માણ કરવા માટે લાર્સન એન્ડ ટૂબ્રો રૂ. 24,985 કરોડની બિડ સાથે સૌથી ઓછું મૂલ્ય ધરાવતી બિડર બની છે.
પેકેજ સી4 તમામ કંપનીઓમાં સૌથી મોટી કંપની છે, કારણ કે કંપની મેઇન-લાઇનના 46.66 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડથી શરૂ થઈને વડોદરા સ્ટેશન સુધીની લાઇન છે, જેમાં ગુજરાતનાં ચાર સ્ટેશન વાપી, બિલિમોરા, સુરત અને ભરુચ સામેલ છે.
NHSRCLએ 15 માર્ચ, 2019ના રોજ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા ધિરાણ મેળવતા એના પ્રોજેક્ટ માટે બિડ મંગાવી હતી. ટેકનિકલ બિડ 23 સપ્ટેમ્બરના રોજ ખુલી હતી, જેમાંથી આગામી સ્તર માટે ત્રણ બિડરની પસંદગી થઈ હતી.
અન્ય બે બિડર ટાટા પ્રોજેક્ટ લિમિટેડ – જે કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ – એનસીસી લિમિટેડના સંયુક્ત સાહસનું કન્સોર્ટિયમ તથા અફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ – ઇર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડ – જેએમસી પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડના સંયુક્ત સાહસનું કન્સોર્ટિયમ હતાં.