રામ મંદિર બનાવનાર L&T કંપની અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશનને ટેકનિકલ રીતે નબળી લાગી
વર્લ્ડ બેન્કની લોનથી તૈયાર થનાર સુઅરેજ પ્લાન્ટમાં સૌથી ઓછા ભાવ હોવા છતાં ટેકનિકલ માર્કસ ઓછા આપી સેકન્ડ લોએસ્ટ કંપનીને કામ સોંપાતા વિવાદ
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાે. દ્વારા વર્લ્ડ બેન્કની આર્થિક મદદેથી વાસણા ખાતે ૩૭૫ એમએલડી ક્ષમતાનો સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. સદર કામ માટે ત્રણ કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. જેમાં રામમંદિર બનાવનાર વિશ્વ વિખ્યાત લાર્સન એન્ડ ટુબ્રો કંપની પણ હતી. સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરમાં સૌથી ઓછા ભાવ પણ આજ કંપનીએ ભર્યા હતા.
પરંતુ મ્યુનિ. કોર્પાે. નિયુક્ત કહેવાતી ન્યુટ્રલ કમિટીએ ટેકનિકલ બિડમાં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને ઓછા માર્ક આપતાં ખીલારી ઈન્ફ્રા. જે.વી. એનવાયરો કંટ્રોલ (સુરત) કંપનીને રૂ. ૭૭૮ કરોડનું કામ સોંપવામાં આવતાં મ્યુનિ. કોર્પાે.માં ભારે ચર્ચા થઈ રહી છે.
મ્યુનિ. કોર્પાે. દ્વારા વાસણાના ૧૨૬ એમએલડી પ્લાન્ટના સ્થળે ૩૭૫ એમએલડી ક્ષણતાનો નવો પ્લાન્ટ બનાવવા માટે ખીલારી ઈન્ફ્રાને કામ સોંપવામાં આવ્યું છે. સદર કામ માટે અગાઉ ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં એનવાયરો કન્ટ્રોલ પ્રા.લિ. કંપનીએ ૪૨.૪૩ ટકા ઉંચા ભાવ ભર્યા હતા. તે સમયે કામનો અંદાજ ૧૦૮૪.૬૮ કરોડ હતો જેની સામે એનવાયરો કંપનીએ ૧૫૪૯.૩૦ કરોડના ભાવ આપ્યા હતા.
મ્યુનિ. કમિશનરે ફરીથી ટેન્ડર મંગાવવા સૂચના આપી હતી. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર રી ટેન્ડર માટેની સૂચના બાદ જ ખરો ખેલ શરૂ થયો હતો. પ્રથમ વખતે ૪૨.૪૩ ટકા ઉંચા ભાવ ભરનાર કંપનીએ બીજા ટેન્ડરમાં અલગથી ભાગ લેવાના બદલે ખીલારી ઈન્ફ્રા સાથે ભાગીદારી કરી ટેન્ડર ભર્યું હતું. એમ માનવામાં આવે છે કે, પ્રથમ ટેન્ડરમાં ઉંચા ભાવ ભર્યા હોવા છતાં આજ કંપનીને ટેન્ડર આપવા માટે તખ્તો તૈયાર થઈ ગયો હતો.
પરંતુ ટેકનિકલ માર્ક્સમાં આ કંપની થોડી નબળી જણાતી હતી. તેથી મ્યુનિ. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીની રહેમનજરે રી ટેન્ડર જાહેર કરી ટેકનિકલ માર્કસમાં સક્ષમ હોય તેવી કંપની સાથે ભાગીદારી થઈ હતી. જોકે આ બાબત જો અને તો નો વિષય છે પરંતુ બીજી વખત જે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા તેમાં ભારતની ટોપની કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ ભાગ લીધો હતો અને તેમાં સૌથી ઓછા ૮૩૮.૬૦ કરોડના ભાવ ભર્યા હતા.
જેની સામે ખીલારી ઈન્ફ્રાએ ૮૪૫.૧૧ કરોડના ભાવ આપ્યા હતા. તેથી લાર્સન એન્ડ ટુબ્રો કંપની લોએસ્ટ ભાવ આપનાર કંપની જાહેર થઈ હતી. પરંતુ મ્યુનિ. કોર્પાે.ના કેટલાક અધિકારીઓને એનવાયરો કંર્ટ્રાેલ અને ખીલારી ઈન્ફ્રાને કામ આપવામાં રસ હોવાથી ટેકનિકલ કેલ્ક્યુલેશનમાં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને બીજા નંબરે મુકી હતી. ડિઝાઈન એક્સ્પટાઈઝમાં ખીલારી કંપનીને છ માર્ક્સની સામે એલએન્ડટીને માત્ર ૩ માર્કસ આપવામાં આવ્યા છે.
જ્યારે બીએનઆર સિસ્ટમથી સુઅરેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામમાં પ્રથમ વખત બંને કંપનીને સરખા માર્કસ આપવામાં આવ્યા છે. જ્યારે બીજી વખતમાં ખીલારીને પાંચની સામે એલએન્ડટીને માત્ર બે માર્કસ આપ્યા છે. મ્યુનિ. ર્કાેર્પાે. દ્વારા જે રીતે પ્રથમ ટેન્ડર અને બીજા ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તે બાબત પણ શંકાસ્પદ છે. ખાસ કરીને ઓપરેશન મેઈન્ટેનન્સની મુદત ૧૫ વર્ષથી ઘટાડી ૧૦ વર્ષ કરી.
ડિઝાઈમ ૧૫ ટકા લોડીંગ ચાર્જ દૂર કરવો અને બાયોગેસ જનરેટ કરવો જેવી શરતો બીજા ટેન્ડરમાં રાખવામાં આવી નહતી. આ શરતો દૂર કરવા માટે વર્લ્ડ બેન્ક તરફથી કોઈ મંજૂરી આપવામાં આવી છે કે કેમ? તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ચોંકાવનારી બાબત એ છે કે, ખીલારી ઈન્ફ્રા.ને પ્લાન સોંપતા પહેલાં તેની સાથે પ્રથમ લોએસ્ટ કંપનીના ભાવ મુજબ કામ કરવા માટે કોઈપણ નેગોશીયેશન કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત લાર્સન એન્ટ ટુબ્રો જેવી કંપનીને ટેકનિકલ માર્કસ ઓછા આપવા સામે મ્યુનિ. કોર્પાે.ના નિષ્ણાંત ઈજનેરોએ પણ કોઈ જ વાંધો લેવાની તસદી લીધી હોય તેમ લાગતું નથી.
સદર કામગીરીમાં શંકાની સોય નીચેના મુદાઓને લીધે ખેચાય છે
Process design અને હાઇડ્રોલિક ડિઝાઇન એ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સના પરસ્પર સંબંધિત પાસાઓ છે, જેમાં દરેક સિસ્ટમની એકંદર સફળતા અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરવા માટે અન્યને માહિતી આપે છે અને પ્રભાવિત કરે છે.
ઉપરોક્ત બન્ને કપનીઓના જો Process designના ગણતરીમાં લેધેલા પેરામેટર્સ સરખાં ગણ્યાં હોય તો તેને સલગ્ન હાઇડ્રોલિક ઙ્ઘીજૈખ્તહ ના માર્સ્ક ની ગળતરીમાં પણ ફેર હોવો આવશ્યક છે જે જોવા મળેલ નથી. • ઓ એન્ડ એમ ના વર્ષો પણ ધટાડવામાં આવેલ છે.
• અમુક ટેકનિકલ મુદાઓનું વારંવાર પુરાવર્તન કરી કે પછી જુદા સ્વરૂપે ટાઇટલ બનાવી માર્ક્સ ગણેલ છે. વળી નાણાકીય રીતે જુદા જુદા પરિબળોમાં જેતે એલ ૧ આવેલ પાર્ટીઓના ભાવે અન્ય પાર્ટીને કેમ નિગોષિયેટ કરવામાં આવેલ ન હતું ??