L&Tએ સુરતમાં કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ્સને 24 વેન્ટિલેટર્સ દાન કર્યાં
સુરત, દક્ષિણ ગુજરાતમાં તબીબી ઉપકરણોની અછતને તાત્કાલિક દૂર કરવાના પ્રયાસરૂપે એલએન્ડટીએ 24 વેન્ટિલેટર્સની પ્રાપ્તિ કરીને સપ્લાય કર્યાં છે. વેન્ટિલેટર સપોર્ટની જરૂર ધરાવતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારાને જોતાં એલએન્ડટીએ દક્ષિણ ગુજરાતમાં સ્મિમેર, સિવિલ અને અન્ય કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ્સને હાઇ-એન્ડ વેન્ટિલેટર્સ પૂરા પાડ્યાં છે. L&T Donates 24 Ventilators to Dedicated COVID-19 Hospitals in Surat
આ જરૂરી તબીબી ઉપકરણો સાંસદ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલને સોંપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે શ્રી એમ થેન્નારસન (સીઇઓ, સીએસઆર ઓથોરિટી, ગાંધીનગર), શ્રી બચ્છાનિધિ પાની (કમીશનર-એસએમસી), ડો. ધવલ પટેલ (ડીએમ અને કલેક્ટર–સુરત)
અને શ્રીમતી આર્દ્રાઅગ્રવાલ (ડીએમ અને કલેક્ટર–નવસારી), શ્રી સંદિપ દેસાઇ (જિલ્લા બીજેપી અધ્યક્ષ), શ્રીમતી ઝંખનાબેન પટેલ (એમએલએ-ચોર્યાસી), શ્રી મૂકેશ પટેલ (એમએલએ-ઓલપાડ) અને શ્રી અતિક દેસાઇ (વીપી સીએઓ, એલએન્ડટી-હજીરા) ઉપસ્થિત રહ્યાં હતા.
તબીબી માળખા અને ક્ષમતામાં તાત્કાલિક વધારો કરવા માટે શ્રી એમ થેન્નારસને એલએન્ડટીને કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ્સને હાઇ-એન્ડ વેન્ટિલેટર્સ પૂરા પાડવા વિનંતી કરી હતી. ગુજરાતમાં કોવિડ-19ની વિનાશક બીજી લહેર સામેની લડાઇમાં મદદરૂપ બનવા પોતાની પરોપકારી સેવાના
ભાગરૂપે એલએન્ડટી મેનેજમેન્ટે એબીઆઇપીએપી સાથે સ્ટેન્ડ અને એસેસરિઝ સહિતના એલાઇડ મેડિટેક 1700 વેન્ટિલેટર્સના 24 યુનિટ્સ ડિલિવર કર્યાં છે. વધુમાં એલએન્ડટીએ વિવિધ પંચાયતોમાં માસ્કનું પણ વિતરણ કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં એલએન્ડટીએ જાહેર કર્યું હતું કે, તે ટૂંક સમયમાં તીવ્ર અછત ધરાવતા ભારતના વિવિધ હોસ્પિટલ્સમાં 22 ઓક્સિજન જનરેટર્સની ડિલિવરી શરૂ કરશે.