Western Times News

Gujarati News

L&Tને બીજી સૌથી મજબૂત ગ્લોબલ એન્જિનીયરિંગ બ્રાન્ડ તરીકે સ્થાન મળ્યું

File

બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા મોસ્ટ વેલ્યુએબ્લ ગ્લોબલ ઇએન્ડસી 50 બ્રાન્ડમાં સામેલ એકમાત્ર ભારતીય કંપની

મુંબઈ, ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં સંકળાયેલી ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રૂપ લાર્સન એન્ડ ટૂબ્રો (એલએન્ડટી)ને વિશ્વની અગ્રણી બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા ટોપ 50 ગ્લોબલ એન્જિનીયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇએન્ડસી) કંપનીઓમાં ‘સેકન્ડ સ્ટ્રોંગેસ્ટ બ્રાન્ડ’ એટલે બીજી સૌથી મજબૂત બ્રાન્ડ તરીકે સ્થાન મળ્યું છે. L&T named Second Strongest Global Engineering & Construction Brand. Only Indian Firm in Most Valuable Global E&C 50 Brands study by Brand Finance

એલએન્ડટીને લંડનની કન્સલ્ટન્સી દ્વારા એના એના ‘એન્જિનીયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન 50 – 2022’માં ‘થર્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બ્રાન્ડ’ એટલે કે ત્રીજી સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી બ્રાન્ડ તરીકે પણ સ્થાન આપ્યું છે. ‘એલએન્ડટી મોસ્ટ વેલ્યુએબ્લ ગ્લોબલ ઇએન્ડસી કંપનીઓ’માં એકમાત્ર ભારતીય કંપની છે. દુનિયાના 50 દેશોમાં કામગીરી સાથે એલએન્ડટીએ ગયા વર્ષે એની બ્રાન્ડ વેલ્યુમાં 44 ટકાનો વધારો કર્યો છે.

આ સફળતા પર એલએન્ડટીના પ્રવક્તાએ કહ્યું હતું કેઃ “બ્રાન્ડ એના નામ કે લોગોથી ઘણી વિશેષ છે. બ્રાન્ડ વિશ્વાસ, સાખ, મૂલ્ય વ્યવસ્થા અને ભરોસાનો પર્યાય છે. અમને બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા એન્જિનીયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન સેગમેન્ટમાં બીજી સૌથી મજબૂત ગ્લોબલ બ્રાન્ડ તરીકે માન્યતા મળી એની ખુશી છે. આ માન્યતા અમારી ટીમની ઉત્કૃષ્ટતા પ્રત્યેની કટિબદ્ધતા અને અમારા ક્લાયન્ટના અમારી કામગીરી ડિલિવરી કરવાની ક્ષમતામાં વિશ્વાસનો પુરાવો છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમને અમારી બ્રાન્ડ અને અમારા વ્યવસાય માટે ભવિષ્ય ઉજ્જવળ હોવાનું જોઈને આનંદ થાય છે. નવા બજારો અને નવા ક્ષેત્રોમાં સતત વૃદ્ધિ અને વિસ્તરણ સાથે અમને ખાતરી છે કે, અમે અમારા મજબૂત પાયા પર બ્રાન્ડને અગ્રેસર કરીશું અને વૈશ્વિક ઉદ્યોગમાં અગ્રણી કંપની તરીકે અમારી પોઝિશનને વધારે મજબૂત કરીશું.”

એલએન્ડટીએ એનો બ્રાન્ડ સ્ટ્રેંગ્થ ઇન્ડેક્સ (બીએસઆઇ) 7.1 પોઇન્ટ વધારીને 100માંથી 83.9 પોઇન્ટ કરીને એની બ્રાન્ડમાં નોંધપાત્ર સુધારો કર્યો છે અને AAA રેટિંગ ધરાવે છે.‘મોસ્ટ વેલ્યુએબલ ઇએન્ડસી 50 2022’ બ્રાન્ડમાં સ્થાન ધરાવતી એલએન્ડટી એકમાત્ર ભારતીય બ્રાન્ડ છે.

બ્રાન્ડ એલએન્ડટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન, હાઇડ્રોકાર્બન, હેવી એન્જિનીયરિંગ અને ડિફેન્સ એન્જિનીયરિંગ જેવા મુખ્ય ક્ષેત્રો માટે ટેકનોલોજીકલ વેગ પ્રદાન કરવા માટે જાણીતી છે. કંપનીની વિવિધ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટેની પ્રતિષ્ઠાએ એલએન્ડટીને ઉદ્યોગની શ્રેષ્ઠ કંપનીઓમાં સ્થાન અપાવ્યું છે.

કંપની ભારત અને દુનિયાભરમાં કેટલાંક સૌથી મોટા, સૌથી લાંબા અને સૌથી ઊંચા નિર્માણ પ્રોજેક્ટ ધરાવે છે – જે એ બાબતનો પુરાવો છે કે, ટેકનોલોજી-સંચાલિત ઇએન્ડસી બ્રાન્ડ સરળતાપૂર્વક કોઈ પણ પડકાર ઝીલી શકે છે!

દર વર્ષે બ્રાન્ડ ફાઇનાન્સ વિશ્વની શ્રેષ્ઠ 5,000 બ્રાન્ડનું પરીક્ષણ કરે છે અને આશરે 100 રિપોર્ટ પ્રસ્તુત કરે છે, જેમાં તમામ ક્ષેત્રો અને દેશોની બ્રાન્ડને રેન્કિંગ આપે છે. એન્જિનીયરિંગ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગની દુનિયામાં ટોચની 50 સૌથી વધુ વેલ્યુએબ્લ અને મજબૂત બ્રાન્ડને વાર્ષિક બ્રાન્ડ ફાઇનાન્સ એન્ડ એન્જિનીરિંગ 50 રેન્કિંગમાં સામેલ કરે છે.

પોતાના સતત છઠ્ઠા અભ્યાસમાં બ્રાન્ડ ફાઇનાન્સે 36 દેશો અને 29 ક્ષેત્રોને આવરી લીધા છે, જેમાં દર વર્ષે 100,000થી વધારે ઉત્તરદાતાઓને સર્વે કર્યો હતો. બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી બ્રાન્ડ વેલ્યુને બ્રાન્ડની સાખને આવકના વર્તમાન મૂલ્ય તરીકે પરિભાષિત કરે છે, ત્યારે બ્રાન્ડને માર્કેટ સાથે સંબંધિત વ્યવહારિક અસ્કયામત તરીકે રજૂ કરે છે.

દરેક બ્રાન્ડને બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા બ્રાન્ડ સ્ટ્રેંગ્થ ઇન્ડેક્સ (બીએસઆઈ) દ્વારા 100માંથી સ્કોર આપવામાં આવે છે, જેને બ્રાન્ડ મૂલ્યની ગણતરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ સ્કોરને આધારે દરેક બ્રાન્ડને વેલ્યુએશન કન્સલ્ટન્સી દ્વારા ક્રેડિટ રેટિંગની જેમ એક ફોર્મેટમાં AAA+ સુધી બ્રાન્ડ રેટિંગ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.