ખારેલમાં શરૂ થયો “યંગ સાયન્સ લીડર્સ પ્રોગ્રામ” L&T પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
એલએન્ડટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને નાઇક ચેરીટેબલ ટ્રસ્ટે ખારેલ, ગુજરાતમાં યંગ સાયન્સ લીડર્સ પ્રોગ્રામ શરૂ કર્યો-દક્ષિણ ગુજરાતના બાળકોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી
સુરત, એલએન્ડટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ (LTPCT) અને નાઇક ચેરીટેબલ ટ્રસ્ટ (NCT) એ આજે વૈજ્ઞાનિક મોડલ, પ્રોજેક્ટ નિર્માણ અંગેની સ્પર્ધાઓ દ્વારા અને અને સ્વૈચ્છિક રીતે જોડીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને તેમનામાં કુતુહલતા અને સર્જનાત્મકતા વધારવા માટે યંગ સાયન્સ લીડર્સ (YSL) પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
બાળકોમાં વિજ્ઞાન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ સત્તાવાળાઓનાં સહયોગથી આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
LTPCT અને અગસ્ત્ય સાયન્સ-ઓન-વ્હિલ્સ, ટીચર્સ ટ્રેનિંગ અને ઉર્મિ સાયન્સ સેન્ટર દ્વારા નવસારી અને સુરત જિલ્લામાં સાયન્સ અવેરનેસ પ્રોગ્રામ ચલાવી રહી છે. આ બંને જિલ્લાઓમાં 200 શાળાઓને આવરી લેતી ચાર સાયન્સ-ઓન-વ્હિલ્સ લેબ/વેન મૂકવામાં આવી છે.
વિજ્ઞાનનાં શિક્ષણમાં બાળકોનો રસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતા એલએન્ડટી ગ્રૂપના ચેરમેન એ એમ નાઇકે સાયન્સ-ઓન-વ્હિલ પ્રોગ્રામ ચલાવવા અંગત રીતે ભંડોળ આપીને વર્ષ 2011માં તેની શરૂઆત કરી હતી. પ્રોગ્રામની સફળતાને પગલે LTPCT દ્વારા તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
યંગ સાયન્સ લીડર્સ (YSL) નો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક મોડલ, પ્રોજેક્ટ નિર્માણ અંગેની સ્પર્ધાઓ દ્વારા અને સ્વૈચ્છિક રીતે જોડીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને તેમનામાં કુતુહલતા અને સર્જનાત્મકતા વધારવાનો છે. YSL બાળકોને મોડલ નિર્માણથી આગળ વધીને તેમને સંશોધન અને નવીનીકરણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
YSL પ્લેટફોર્મમાં બાળકોને વિશાળ વર્ગ સમક્ષ પોતાનાં પ્રોજેક્ટ્સ અને મોડલ્સ રજૂ કરવાની તક આપવામાં આવે છે અને એ રીતે સહભાગીઓ એક બીજાને શીખવાડે છે, શીખે છે અને તેને પરિણામે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને લીડરશીપ ક્ષમતાઓમાં વધારો થાય છે. YSL વાર્ષિક સ્પર્ધા છે, જેને વર્ષ 2022માં શરૂ કરવામાં આવી હતી.
સુરતમાં ખરેલ સ્થિત KVS હાઇસ્કુલ ખાતે આયોજિત કાર્યક્રમનું ઉદઘાટન હોલ-ટાઇમ ડિરેક્ટર અને સિનિયર ઇવીપી, હેવી એન્જિનિયરીંગ એન્ડ એલએન્ડટી વાલ્વ્સ, અનિલ પરબે કર્યું હતું. આ પ્રસંગે NCTના ટ્રસ્ટી જીજ્ઞેશ નાઇક, LTPCTના ટ્રસ્ટી અતિક દેસાઇ અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં નિર્ણાયક સમિતિ સમક્ષ આશરે 230 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ગણિતના ખ્યાલોને આધારે સર્જનાત્મક મોડલ રજૂ કર્યા હતા. ખરેલ ગામમાં આયોજિત આ કાર્યક્રમમાં 2,500થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
એલએન્ડટીના હઝીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સના કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે શાળાના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક મોડલની રચના દ્વારા પ્રેરણા આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એવોર્ડ માટે આઠ શ્રેષ્ઠ મોડલની પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમે યુવાનોમાં કુતુહલતા જગાવવાની સાથે સાથે તેમને પોતાની આસપાસની દુનિયા અંગે ‘જ્ઞાન સાથે ગમ્મત’ પૂરી પાડી હતી.
આ પ્રસંગે અનિલ પરબે જણાવ્યું હતું કે, “LTPCT તેની સ્થાપના થઈ ત્યારથી જ આપણા સમાજના વિવિધ વર્ગો, ખાસ કરીને બાળકો અને યુવાનોની સામાજિક સ્થિતિ સુધારવા માટે નિરંતર કાર્ય કરતી રહી છે.
શિક્ષણ મહત્વનાં ક્ષેત્રોમાંનું એક છે કારણ કે તેનાં દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ દ્વારા તેમનામાં વૃધ્ધિ થાય છે. યંગ સાયન્સ લીડર્સ જેવા પ્રોગ્રામ સમાજના વંચિત વર્ગોને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક પૂરી પાડવા માટેનાં સુંદર પ્રોગ્રામ્સ છે. ”
LTPCT શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય નિર્માણ, પાણી અને સ્વચ્છતાના ક્ષેત્રોમાં કામ કરે છે. ટ્રસ્ટ હંમેશા કાર્યક્રમની ગુણવત્તામાં વધારો કરવાના તેના માર્ગદર્શક સિધ્ધાંતમાં માને છે. મજબૂતીકરણ, દેખરેખ અને સમીક્ષાની સાથે સાથે LTPCT પરિણામ આધારિત કાર્યક્રમો હાથ ધરે છે અને સરકાર, આંતરરાષ્ટ્રીય ભાગીદારો, દ્વિપક્ષીય એજન્સીઓ અને બિન નફાકારક ક્ષેત્ર સાથે સહયોગ દ્વારા અર્થપૂર્ણ સંયુક્ત અસરકારકતા રચે છે.
NCT ના ટ્રસ્ટી અને એ એમ નાઇકના પુત્ર જીજ્ઞેશ નાઇક ટેકનોક્રેટ છે, જેઓ વૈશ્વિક આઇટી કંપની માટે કામ કરે છે. તેઓ અમેરિકાથી ભારત પાછા ફર્યા છે અને હાલમાં આરોગ્ય અને શિક્ષણની પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને વિજ્ઞાન કેન્દ્રી બનાવવામાં ખૂબ રસ ધરાવે છે.
તેમણે પોતાના પરિવારના વારસા અંગે અને સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવા પિતા પાસેથી મળેલી પ્રેરણા અંગે વાત કરી હતી.
અતિક દેસાઇએ જણાવ્યું હતું કે, LTPCT તેનાં મહત્વનાં ક્ષેત્રોમાં વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ દ્વારા એલએન્ડટી ગ્રૂપના ચેરમેનની સખાવતી ભાવનાને આગળ લઈ જવા માટે પ્રતિબધ્ધ છે.
નાઇક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત અનિલ નાઇક ટેકનિકલ ટ્રેઇનિંગ સેન્ટર, ખરેલ શ્રી નાઇકે કરેલાં અનેક કાર્યોમાંનું એક અનુકરણીય ઉદાહરણ છે. આ ટેકનિકલ ટ્રેઇનિંગ સેન્ટર શાળામાંથી અભ્યાસ છોડી દેનારા યુવાનોને રોજગારમાં કામ લાગે તેવું કૌશલ્ય હાંસલ કરવાની તક આપે છે અને તેમને રોજગાર મેળવવાને લાયક બનાવે છે.