લખનઉઃ ૨૪ વર્ષનો દીકરો હેવાન બન્યો, માતા અને ૪ બહેનની કરી હત્યા
લખનઉ, ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હોટલની અંદર ૫ લોકોની હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી ગઈ. અહીં એક દીકરાએ જ તેની માતા અને ચાર બહેનોની હિચકારી હત્યા કરી દીધી. આ ઘટના લખનઉના નાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
માહિતી મુજબ આગ્રાનો વતની પરિવાર લખનઉમાં આવેલી હોટલ શરણજીતમાં રોકાયો હતો. ઘટના બાદ પોલીસે પુત્રને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદને કારણે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે.
મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.આ ઘટનાને અંજામ આપનાર આરોપીનું નામ અરશદ (૨૪) છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તેનો પરિવાર સાથે કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે તેણે આ ગુનો કર્યાે હતો.SS1MS