ગુજરાત ટાઇટન્સ સામે ૩૩ રને લખનૌ સુપર જાયન્ટ્સનો વિજય

અમદાવાદ, મિચેલ માર્શની શાનદાર સદી બાદ બોલર્સની કમાલથી લખનૌ સુપર જાયન્ટ્સનો આઇપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ૩૩ રનથી વિજય થયો હતો.
ગુજરાત માટે આ પરાજયની ખાસ અસર પડી નથી કેમ કે તેણે અગાઉથી જ પ્લે ઓફમાં પ્રવેશ કરી લીધો હતો.અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં લખનૌ સુપર કિંગ્સે ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૩૫ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સે ૨૦ ઓવરમાં નવ વિકેટે ૨૦૨ રન નોંધાવ્યા હતા.
૨૩૬ રનના ટારગેટ સામે રમતાં ગુજરાત ટાઇટન્સે મક્કમ પ્રારંભ કર્યાે હતો પરંતુ પાંચમી ઓવરમાં ૪૬ રનના કુલ સ્કોરે સાઇ સુદર્શન આઉટ થયો હતો.
આઠમી ઓવરના છેલ્લા બોલે આવેશ ખાનની બોલિંગમાં શુભમન ગિલ ૨૦ બોલમાં ૩૨ રન કર્યા હતા જેમાં સાત ચોગ્ગા હતા.બે પ્રારંભિક વિકેટ બાદ જોઝ બટલરે શાનદાર બેટિંગ કરી હતી.
જોકે ૧૮ બોલમાં ૩૩ રનની ઇનિંગ્સ રમ્યા બાદ બટલર પણ આઉટ થઈ ગયો હતો. વર્તમાન સિઝનમાં ગુજરાત ટાઇટન્સના મોખરાના ત્રણ બેટ્સમેન બાદ બાકીના બેટ્સમેનને ખાસ તક મળી ન હતી. આ મેચમાં તેમને મોકો મળ્યો હતો જેનો લાભ ઉઠાવીને શાહરુખ ખાન અને શેરફેન રૂધરફોર્ડે શાનદાર બેટિંગ કરી હતી.
બંનેએ ૪.૩ ઓવરમાં અડધી સદીની ભાગીદારી પૂરી કરી હતી. અંતે ૨૨ બોલમાં ૩૮ રન ફટકારીને રૂધરફોર્ડ આઉટ થયો હતો. તેણે ત્રણ સિક્સર ફટકારવાની સાથે ચોથી વિકેટ માટે શાહરુખ સાથે ૪૦ બોલમાં ૮૬ રન ઉમેર્યા હતા જેને કારણે મેચ રસપ્રદ બની હતી. શાહરુખ ખાને ૨૯ બોલમાં ત્રણ સિક્સર ફટકારી હતી પરંતુ તેની વિકેટ સાથે ગુજરાતની જીતની આશા સમાપ્ત થઈ ગઈ હતી.
ટાઇટન્સના સુકાની શુભમન ગિલે ટોસ જીતીને લખનૌને પ્રથમ બેટિંગ આપી હતી પરંતુ આ વખતે ગિલનો નિર્ણય યોગ્ય ઠર્યાે ન હતો કેમ કે ઓપનર એઇડન માર્કરમ અને મિચેલ માર્શે મળીને ટાઇટન્સના મોટા ભાગના બોલર્સનો આક્રમકતાથી સામનો કર્યાે હતો.બંનેએ પાવરપ્લેમાં જ ૫૩ રન ફટકારી દીધા હતા.
શરૂઆતમાં માર્કરમ ઝડપી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ ગુજરાતે જેમ જેમ બોલિંગમાં પરિવર્તન કર્યા તેમ તેમ મિચેલ માર્શ ખીલતો ગયો હતો. તેણે અર્શાદ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ણા અને સાઈ કિશોરની બોલિંગમાં સિક્સર ફટકારી હતી તો માર્કરમ પણ પ્રારંભમાં જ અર્શાદ ખાન અને સિરાઝની ઓવરમાં ઘણા રન લીધા હતા.SS1MS