Western Times News

Gujarati News

‘મારા ડિવોર્સ હજી આદિલ સાથે નથી થયા તો શું થયું, હું અફેર કરી શકું છું’: રાખી

કોણ છે રાખી સાવંતનો નવો બોયફ્રેન્ડ?-લકી સિંહ માત્ર મારો મિત્ર છે, તે મારો બોયફ્રેન્ડ નથીઃ રાખી સાવંત

રાખી સાવંતે ઉમેર્યું હતું કે ‘મારા ડિવોર્સ હજી આદિલ સાથે નથી થયા તો શું થયું, હું જેની સાથે ઈચ્છું તેની સાથે અફેર કરી શકું છું

મુંબઈ,  રાખી સાવંત કોન્ટ્રોવર્શિયલ ક્વીન છે. તે પોતાના સ્ટેટમેન્ટ તેમજ લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ૨૦૨૦માં તેણે રિતેશ સિંહ સાથે કથિત લગ્ન કર્યા હતા. જાે કે, બિગ બોસ ૧૫ના ઘરમાં થોડા દિવસ સાથે રહ્યા બાદ જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી અને તેમના માર્ગ અલગ થયા હતા.

જે બાદ રાખી દુબઈના બિઝનેસમેન અને મૂળ મસૂરીના આદિલ ખાન દુરાનીના પ્રેમમાં પડી હતી. બંનેએ ગત વર્ષે નિકાહ પણ કર્યા હતા. જાે કે, તેની સાથેનું લગ્નજીવન પણ વધારે સમય ટક્યું નહીં. રાખીએ પર માનસિક શોષણ અને મારઝૂડ સહિતના આરોપ લગાવ્યા બાદ આદિલ જેલભેગો થયો હતો.

બંનેના ડિવોર્સ હજી સુધી થયા નથી. જાે કે, રાખી જલ્દીથી જલ્દી આ પ્રોસેસ પતે તેમ ઈચ્છે છે. તેવામાં તેની આંખ ફરી કોઈની સાથે મળી ગઈ છે. તેનું નામ કોઈ લકી સિંહ નામના શખ્સ સાથે જાેડવામાં આવી રહ્યું છે. ગુરુવારે તે જિમ બહાર જાેવા મળી ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપી હતી.

રાખી સાવંતે કહ્યું હતું કે ‘લકીનું નામ લઈને તમે કેમ મારી પાછળ પડ્યા છો? લકી કોણ છે? લકી કોઈ જ નથી. લકી માત્ર મારો સારો મિત્ર છે. મારો બોયફ્રેન્ડ કોણ તે જાણશો તો તમને નવાઈ લાગશે. જેઓ વાતો કરી રહ્યા છે કે લકી મારો બોયફ્રેન્ડ છે તેને હું થપ્પડ મારીશ. મારો બોયફ્રેન્ડ કોણ છે ખબર છે?

દુબઈનું બુર્જ ખલીફા છે ને તેનો માલિક મારો બોયફ્રેન્ડ છે. તે મારો થનારો પતિ છે. તેણે બુર્જ ખલીફા મારા નામે કરી દીધું છે. લકીનું નામ ન લેશો. બુર્જ ખલીફાનો માલિક જ મારો બોયફ્રેન્ડ છે’. ત્યારબાદ રાખીએ વારંવાર લકીનું નામ ન લેવા માટે મીડિયાને વિનંતી કરી હતી અને કહ્યું હતું કે ‘લકીને બિચારાને ખૂબ તકલીફ થઈ ગઈ છે.

તેના લગ્ન બીજે ક્યાંક નક્કી થયા છે. તે મારો મિત્ર છે. લકી માત્ર મારો મિત્ર છે. તેના લગ્ન બીજે નક્કી થઈ ગયા છે. હું કોઈના જીવનમાં ભંગાણ કરવા નથી માગતી. રાખી સાવંતે ઉમેર્યું હતું કે ‘મારા ડિવોર્સ હજી આદિલ સાથે નથી થયા તો શું થયું. હું જેની સાથે ઈચ્છું તેની સાથે અફેર કરી શકું છું.

ડિવોર્સ લીધા વગર પણ હું પ્રેમ કરી શકું છું, કેમ ન કરી શકું? શું ભારતની બોર્ડર પર લખ્યું છે કે કોઈ મહિલાના ડિવોર્સ થઈ જાય તો તે પ્રેમ ન કરી શકે. પુરુષો તો એક સાથે ૪-૪ ગર્લફ્રેન્ડ રાખે છે. ૫-૫ને લઈને ફરો છો. તો શું હું તેમ ન કરી શકું? હું તો તમામ પુરુષોનો રેકોર્ડ તોડવાની છું. હું ૧૦-૧૦ અફેર કરીશ.

જણાવી દઈએ કે, રાખી સાવંતે રિતેશ સિંહ સાથે ડિવોર્સ લીધાના થોડા જ મહિનામાં આદિલ સાથે નિકાહ કરી લીધા હતા. જાે કે, તેને પહેલાથી જ કોઈ ગર્લફ્રેન્ડ હોવાથી આ વાત છુપાવી રાખવા માટે દબાણ કર્યું હોવાનો તેણે આક્ષેપ લગાવ્યો હતો. રાખીએ આદિલ માટે તેનું નામ પણ બદલી નાખ્યું હતું. નિકાહનો ખુલાસો કર્યા બાદ બંનેના સંબંધો વણસ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.