લમ્પી વાયરસના કેસો વધતા વિરપુરમાં વેક્સિનેશન હાથ ધરાયું
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વિરપુર તાલુકા ના અંતરિયાળ ગામડાઓમાં દિવસ ના એ બે કેસ જાેવા મળતાં હતા પરંતુ દિવશે દિવસે લેમ્પી વાયરસ ના કેસમાં વધારો જાેવા મળતાં તંત્ર હરકતમાં આવીને સર્વે હાથ ધર્યો છે. હાલ માં લેમ્પી વાયરસ ના ૧૮૦ કેસ મળી આવ્યા છે
જેમાં ૮૪ કેસ એક્ટિવ હોવાનું પશુચિકિત્સક જણાવ્યું છે પરંતુ સરકારી પશુ દવાખાનાની ટીમ લેમ્પી વાયરસ ની ૧૦૦૦પશુઓને રસીકરણ કરાયું હતું હાલમાં અમુલ દ્રારા રસીકરણ હાથ ધરાયુ છે. અમુલ ની ૧૬ ટિમો દ્રારા અત્યાર સુધીમાં ૫૨૦૦૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રસીકરણ કરતા ત્યાર બાદ સામાન્ય લક્ષણો જાેવા મળી રહ્યા છે પણ સારવાર બાદ ગંભીર અસર જાેવા મળતી નથી વિરપુર તાલુકા માં લમ્પી વાયરસના અત્યાર સુધીમાં બે પશુના મોત થયા હતા અને બંન્ને વિરપુર તાલુકામાં હતા અને વિરપુર પશુ ચિકિત્સક કે. જે. ચૌહાણ પશુપાલકો ને આગ્રહ કયો છે કે ગાભણ ગાયો બળદ નાના પશુઓને રસીકરણ કરાવવું જાેઈએ.