લંપી વાઇરસનો કહેરઃ સુર સાગર ડેરીમાં ૨૦% દૂધ ઉત્પાદન ઘટ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં લંપી વાઇરસથી પીડિત ૧૨૦૦ પશુઓની સારવાર કરવા માટે માત્ર એક પશુ એમ્બ્યુલન્સ
સુરેન્દ્રનગર, રાજ્યભરમાં લંપી વાઈરસ કાળો કહેર વરસાવી રહ્યો છે. ગુજરાતના અનેક ગામડામાં હજારો પશુઓના મોત થયા છે, જેના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારી રહી છે.
સુરેન્દ્રનગરના લંપી વાઇરસના કહેરના પગલે સુર સાગર ડેરીમાં ૨૦% દૂધ ઉત્પાદન ઘટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગર સહિત ગુજરાત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લંપી વાઇરસના કહેરના પગલે રાજ્યભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. સુરેન્દ્રનગરની સુર સાગર ડેરીમાં તો ૨૦% દૂધ ઉત્પાદન ઘટ્યું છે.
જિલ્લામાં લંપી વાઇરસના પગલે પશુઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લંપી વાઇરસથી પીડિત ૧૨૦૦ પશુઓની સારવાર કરવા માટે માત્ર એક પશુ એમ્બ્યુલન્સ છે. અહીં ડૉક્ટરી સ્ટાફનો પણ અભાવ હોવાનું જણાઈ રહ્યું છે. જેના કારણે જિલ્લામાં લંપીના કહેરથી ટપોટપ પશુઓના મોત નિપજી રહ્યા છે. મૃતક પશુઓનું સર્વે હાથ ધરી અને સરકાર સહાય ચૂકવે તેવી જિલ્લાના પશુપાલકો માંગ કરી રહ્યા છે. અને જાે સહાય નહિ ચૂકવાઈ તો માલધારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
સમગ્ર કચ્છમાં જ્યારે ગાયોમાં લંમપી રોગનો હાહાકાર મચેલો છે. હજારો ગાયોના મોત થયા છે. ખુદ મંત્રી અને મુખ્યમંત્રી પણ દોડી અને સમીક્ષા કરવી પડી છે. એ સમયે પણ હજારોના મોતનો આંક સામે ફક્ત ૧૨૦૦ મોત થયા હોવાના સરકારી આંકડાઓ જાહેર થયેલા છે.
તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા જે માલધારીઓના ગાયોના મોત થયા છે તેની સહાય મળે એ માટે ફોર્મ પણ ભરવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં ગૌમાતાઓ મોતને ભેટી હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ પ્રદેશ મંત્રીએ કર્યો છે. આમ ગાયોના મોતમાં પણ રાજકારણ રમાઈ રહ્યું છે.
અડધા ગુજરાતમાં હવે લમ્પી વાયરસ પહોંચી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છથી શરૂ થઈને હવે દક્ષિણ ગુજરાત સુધી લમ્પી વાયરસનો કહેર જાેવા મળી રહ્યો છે. ન જાણે આ વાયરસે ગુજરાતના કેટલાય પશુધનનો ભોગ લીધો છે. ગાયોની લાશોના ઢગલા કર્યાં છે. ગુજરાતના ૧૬ થી વધુ જિલ્લામાં હવે લમ્પી વાયરસે પગપેસારો કરી દીધો છે.
જેથી પશુપાલકો ચિંતામાં મૂકાયા છે. પોતાના પશુઓને તેઓ મોતના મુખમાં જતા જાેઈ રહ્યાં છે. સરકારનું વેક્સીનેશન અભિયાન પણ વાયરસને ફેલાતો રોકવા કામમાં આવી રહ્યુ નથી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ દેખાતા તંત્ર દોડતુ થયુ છે. તો સાબરકાંઠામાં પણ એક પશુમાં લમ્પી દેખાતા સ્થાનિકોએ ટેન્શનમાં મૂકાયા છે. આવામાં રાજકોટમાં પશુઓના વેપાર, પશુમેળા તેમજ પશુ પ્રદર્શન પર ૨૧ ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે.