Western Times News

Gujarati News

લવ રંજનની ફિલ્મ તૂ જૂઠી મે મક્કારનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, વર્ષ ૨૦૨૩ની શરૂઆત ફિલ્મ પઠાણથી થઈ રહી છે. ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ જ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક નવા કપલ્સ પણ આ વર્ષે ફિલ્મી પડદે જાેવા મળશે. આવી જ એક જાેડી રણબીર કપૂરઅને શ્રદ્ધા કપૂર છે. આ બંને આ વર્ષે ફિલ્મ તુ ઝુઠી મેં મક્કારમાં જાેવા મળશે.

આ લવ ડ્રામાનું ટ્રેલર આજે રિલીઝ થયું હતું. લવ રંજનની આ ફિલ્મમાં બંને કલાકારો પ્રેમ અને કોમેડીનો તડકો લગાવતા નજરે પડે છે. ફિલ્મનું ટ્રેલર જાેઇને જ કહી શકાય છે કે ફિલ્મ ફૂલઓન મસ્તીથી ભરપૂર હશે. રણબીર અને શ્રદ્ધાની જાેડી પણ કમાલ લાગી રહી છે.

બંનેની મસ્તીભરી સ્ટાઈલ બતાવી રહી છે કે ફિલ્મમાં દર્શકોને ખૂબ જ મજા આવશે. સાથે જ ફિલ્મમાં એક સરપ્રાઈઝ એલિમેન્ટ પણ છે અને તે છે બોની કપૂર.

https://www.youtube.com/watch?v=b6SEqwPmYsQ

ફિલ્મ નિર્માતા બોની આ ફિલ્મ દ્વારા પહેલીવાર અભિનય ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે. બાળપણથી રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ છે. આ પહેલીવાર છે જ્યારે બંને સ્ક્રીન પર સાથે જાેવા મળશે. જાે કે આ બંને કલાકારો બાળપણથી જ એકબીજાને ઓળખે છે.

બંને વચ્ચે સારું બોન્ડિંગ છે, જે ટ્રેલરમાં પણ જાેવા મળે છે. પિતા ઋષિ અને શક્તિ કપૂર બંને પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. અને તેથી જ ફેન્સ માટે પણ આ સ્ટાર કિડ્‌સને એક સાથે જાેવાનું કંઇક અલગ જ રોમાંચિત રહેશે. ટ્રેલરમાં દર્શકોનું ધ્યાન સ્ટેન્ડ અપ કિંગ અનુભવ સિંહ બસ્સી પર ગયું હતું.

જે આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યા છે. ટ્રેલરમાં પણ બસ્સીના ફની વન લાઇનર્સ સૌનું ખૂબ જ મનોરંજન કરી રહ્યા છે. આ ટ્રેલરમાં પ્રીતમ, અમિતાભ ભટ્ટાચાર્ય અને અરિજિત સિંહના ગીતના જાદુની સાથે ફિલ્મના શાનદાર સંગીતની પણ ઝલક જાેઇ શકાય છે.

રાહુલ મોદી અને લવ રંજને આ ફિલ્મ લખી છે. આ પહેલા લવ ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ફિલ્મો લઈને આવી ચુક્યા છે. તેથી દર્શકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ ૮ માર્ચે રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.