એમ.બી. ટાઢા ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર, મોડાસાએ બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો

(પ્રતિનિધિ)મોડાસા, ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર, મોડાસાનો એક જ સિદ્ધાંત કોઈપણ નાત – જાત – ધર્મ ના ભેદભાવ વિના ફક્ત રૂપિયા ૧૦/- માં પ્રાથમિક સારવાર. જેમાં અલ્પ સાધન ધરાવતા વ્યક્તિ ને દવા, ઈન્જેકશન, દવા બોટલ, લેબોરેટરી ની સારવાર તથા જનરલ દર્દીઓની પણ સારવાર.
રોજની ૧૫૦ થી ૨૦૦ ની ઓપીડી. છેલ્લા બે વર્ષમાં આ સારવાર કેન્દ્રમાં એક લાખથી વધુ લોકોએ આ સારવાર કેન્દ્રનો લાભ લીધો છે. કોવીડ – ૧૯ માં જરૂરિયાત મંદ લોકોએ લેબોરેટરી – ઓક્સીજન સિલિન્ડર ની પણ સેવા વિના મુલ્યે આપવામાં આવેલ. મરિયમબેન બાબુભાઇ ટાઢા ગરીબ નવાઝ સારવાર કેન્દ્રના પ્રોજેક્ટની જવાબદારી સલીમભાઇ પટેલ (એસેન્ટ) સુપ્રિટેન્ડેન્ટ એ કોઈપણ જાતના વેતન લીધા વિના સ્વીકારી હતી.
બે વર્ષ પૂર્ણ થતા તે કામગીરી સમાજના સમક્ષ જાેવાઈ રહી છે અને તેમને દરેક સમાજમાંથી પ્રશંસા મળી રહે છે, ડૉક્ટર જાસ્મિનબેન પહોંચીયા મેડિકલ ઓફિસર, સાનિયા કુસકીવાલા – ફેસલ સુથાર – સારા ઇપ્રોલીયા નર્સિંગ સ્ટાફ – ક્રિષ્ના સુતરીયા, સીમા મનવા – લેબ ટેક્નિશિયન તથા ડો, ખદીજા મલેકજી (માનદ સેવા). જુંબેદાબેન મોડાસીયા (માનદ સેવા) , સિરાજભાઈ સુથાર (માનદ સેવા) આ તમામ ને બી.ટી. ફોઉન્ડેશન ના મેનેજીંગ ટ્રસ્ટી મ.યુસુફ ઇસ્માઇલભાઈ ટાઢા (બાબુભાઇ ટાઢા સાહેબ) શુભેચ્છા પાઠવી રહ્યા છે.
૧.૧૧ લાખથી વધુ જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર પુરી પાડી સતત ૨ વર્ષથી જનસેવાનો જુસ્સ્સો જાળવી ૪ ઓક્ટોબર ના રોજ ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહેલ ગરીબ નવાજ સારવાર કેન્દ્ર મોડાસાની કામગીરી અભિનંદનીય છે.ભવિષ્યમાં આ ઉમદા કામગીરી જાળવી રાખો તેવી શુભેચ્છા.