સુરતમાં દારૂના વેપાર સાથે સંકળાયેલ મચિન્દ્રની સરાજાહેર હત્યા
સુરત, શહેરમાં વધતી જતી ગુનાખોરીને અટકાવવામાં સુરત પોલીસ નિષ્ફળ નીવડી રહી હોય એવું લાગી રહ્યું છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક જ અઠવાડિયાની અંદર પ્રેમ પ્રકરણ અને અંગત અદાવતમાં ઉજ્જવલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ આજરોજ દારૂના ધંધા સાથે સંકળાયેલા મચિન્દ્ર નામના એક યુવકની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી છે.
ડીંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કાયદો ઘોળીને પી ગયા હોય અને પોલીસ પ્રશાસનનો જરાય પણ ભય ન રહ્યો હોય તેવું આ બનાવો પરથી લાગી રહ્યું છે. અવારનવાર મોડી રાત્રે થતા આ બનાવવામાં પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ ઘણા સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે સ્થાનિકોમાં એવી પણ ચર્ચાઓ ઉઠી છે કે, પોલીસ જ અસામાજિક તત્વોને સાચવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
સામાન્ય લોકોમાં આ વિચારોનું કારણ એ પણ હોઈ શકે કારણ કે થોડા દિવસ અગાઉ થયેલા ઉજ્જવલ નામના યુવકની હત્યામાં અપરાધીઓએ પોલીસ સમક્ષ સેન્ડર કર્યું હતું, એટલે એક વાત તો સ્પષ્ટ થાય છે કે, અપરાધીઓમાં પોલીસનો ભય રહ્યો નથી એક તરફ તમે ગુન્હાઓ કરો અને બીજી તરફ સેટિંગ કરી પોલીસ સમક્ષ હાજર થઈ જાઓ. જેથી સ્થાનિકોને પણ હવે પોલીસ ઉપર વિશ્વાસ રહ્યો નથી.
આ વિસ્તારમાં આ પ્રકારની સતત હત્યાઓની ઘટના સામે આવી રહી છે. મરનાર વ્યક્તિ ગુનામાં સંડોવાયેલો વ્યક્તિ હોવા સાથે, ભૂતકાળમાં આ પ્રકારના આરોપીઓની હત્યા આ વિસ્તારમાં થઈ છે, જેને લઇને લોકોમાં ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. જાેકે પોલીસ આ ગુનામાં આરોપીઓને ક્યારે પકડી પાડે છે તે જાેવાનું છે. ડીંડોલી વિસ્તારમાં આ પ્રકારની ઘટના સતત સામે આવી રહી છે, ત્યારે વધુ એક હત્યા ઘટનાને લઇને ફરી એક વાર પોલીસ દોડતી થઈ છે.SS1MS