Western Times News

Gujarati News

સાધુ બની લૂંટવાની નવી મોડસ ઓપરંડી: 100ની નોટ પ્રસાદી તરીકે આપી 20 હજાર લૂંટ્યા

સાધુનો વેશ ધારણ કરી ઠગાઈ કરતી મદારી ગેંગ ઝડપાઈ- નવી મોડસ ઓપરંડી (MO)

(એજન્સી)અમરેલી, સાધુવેશ ધારણ કરી સામેની વ્યક્તિને વિશ્વાસમાં લઈ રાહદારીઓ પાસેથી રોકડ તેમજ સોનાના દાગીનાની છેતરપિંડી કરી રહેલા મદારી ગેંગના બે ઈસમોને ઝડપી પાડી સોનાના દાગીના વાહન સહિત કુલ ૬,૬૨,૧૪૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાંચ ગુનાઓનો ભેદ અમરેલી એલસીબી પોલીસે ઉકેલાયો છે. મોઢું ઢાંકીને પોલીસ જાપતામાં ઉભેલા બે શખ્સો મદારી ગેંગના છે.

જેણે તારીખ ૧૪/૭/૨૦૨૪ ના રોજ રાજુલા તાલુકાના ઝોલાપુર ગામના રહેવાસી કાળુભાઈ ટપુભાઈ વાઘ કે જે પોતાની વાડીએ મોટરસાયકલ લઇ જતા હતા. તેમની પાસે મજૂરોને ચૂકવવાના પૈસા હતા ત્યારે આ બંને ઈસમો પીપાવાવ જવાના રસ્તે સામે એક સફેદ કલરની કારમાં આવ્યા હતા, ગાડી ઉભી રાખી કાળુભાઈને ઉભા રાખ્યા. જેમાં એક નાગા સાધુના વેશમાં રૂપિયા ૧૦૦ની નોટ પ્રસાદી તરીકે આપી બાદમાં કાળુભાઈને પ્રસાદીની નોટના બદલામાં સામી પ્રસાદી આપવાનું કહેતા કાળુભાઈ પાસે રૂપિયા ૨૦,૦૦૦ હતા.

જે આંચકીને આ નાગા સાધુના વેશમાં આવેલા ઈસમો કે જે તેમની સાથે ત્રણ અજાણ્યા ઇસમો હતા. તે પૈસા લઈને નાસી ગયા હતા. જેની ફરિયાદ કાળુભાઈ પીપાવાવ મરિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આ હકીકત મુજબ તપાસ હાથ ધરી હતી. અમરેલી એલસીબીએ આ મદારીગેંગને ચોક્કસ બાતમીને આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ પોલીસે આ ગેંગ દ્વારા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારના અનડીટેક્ટ ગુનાઓ પણ કરેલા હતા.

ઝડપાયેલા આરોપીની વાત કરવામાં આવે તો શાયરનાથ ઉર્ફે કટર નાથ પરમાર મદારી રહેવાસી ગણેશપુરા મદારી વાસ દહેગામ જીલ્લો ગાંધીનગર તેમજ તેમનો સાથીદાર સંજયનાથ કવરનાથ પરમાર મદારી રહેવાસી ધાંગધ્રાને ઝડપી લીધો. આ મદારી ગેંગનો મુખ્ય સૂત્રધાર સાવન ઉર્ફે સમજુનાથ પરમાર મદારી દહેગામ અને સુનીલ દીવાનનાથ ચૌહાણ મદારીવાસ રહે દેહગામને પકડવાના બાકી છે.

આરોપી પાસે પકડાયેલ મુદ્દા માલની વિગત પર નજર કરીએ તો રોકડા રૂપિયા ૨૦,૦૦૦ તેમજ ૨ સોનાની વીંટી એક મશીન ઘાટનો સોનાનો ચેઇન અને બીજો ગુથણી ઘાટનો સોનાની ચેઇન તેમજ મોબાઈલ ત્રણ તથા એક મારુતિ સ્વિફ્ટ કાર સહિત ૬,૬૨,૧૪૦ નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.