‘Made In India’ ગ્લોબલ લેવેલ પર ચમક્યું
નવી દિલ્હી, વર્ષ 2020 માં કોરોના વેક્સિન રિસર્ચ ક્ષેત્રે દુનિયાભરના વૈજ્ઞાનિકો કામે લાગી ગયા હતા. આ જ સમયગાળામાં ભારત તરફ વિશ્વ આશાની મીટ માંડીને બેઠું હતું. દુનિયાના મહાનુભાવો અને અગ્રણી નેતાઓ ભારતીય રિસર્ચ ટીમ અને ભારતમાં તૈયાર થનારી વેક્સિનની સસ્તી કિંમત પ્રત્યે વિશ્વાસ જતાવી ચૂક્યા છે. ભારતીય સીરમ ઇન્સ્ટીટયુટની ‘કોવાશીલ્ડ’ વેક્સિનના સકારાત્મક પરિણામોએ પ્રધાનમંત્રી મોદીના ‘Made In India’ વેક્સિનના સપનાને પૂરું કર્યું છે.
સમગ્ર વિશ્વ ‘કોવાશીલ્ડ’ વેક્સિન મેળવવા તત્પર છે. ત્યારે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, અફઘાનિસ્તાન, માલદીવ્સ, નેપાળ અને મ્યાનમાર પણ ભારત પાસેથી રસીની માંગ કરી રહ્યા છે. આ સિવાય જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ જેવા દેશ પણ ‘ કોવાશીલ્ડ’ વેક્સિનના ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી ચૂક્યા છે.
ભારતમાં વેક્સિનેશન પ્રોગ્રામની 16 જાન્યુઆરીથી શરૂઆત થઈ રહી છે. પ્રથમ ચરણમાં 3 કરોડ કોરોના વોરીયર્સને ‘ કોવાશીલ્ડ’ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. આ વેક્સિનેશન પ્રોગ્રામને સફળ બનાવવા માટે ભારત સરકાર દ્વારા દેશભરમાં વેક્સિનનો ‘ડ્રાય રન’ પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો હતો.