Western Times News

Gujarati News

પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી

નવી દિલ્હી, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ ની પ્રથમ સેમિફાઇનલ મેચ આજે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેને દક્ષિણ આફ્રિકાની ટીમે ૯ વિકેટે જીતી લીધી હતી. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ પણ પ્રથમ વખત આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.

અફઘાનિસ્તાન સામે માત્ર ૮.૫ ઓવરમાં ૬૦ રન બનાવીને દક્ષિણ આફ્રિકાએ ૨૯ જૂને બાર્બાડોસમાં યોજાનારી ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી હતી.

હવે દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ફાઇનલમાં આજે (૨૭ જૂન) ભારત અથવા ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે. ખાસ વાત એ છે કે દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત કોઈપણ પ્રકારના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. જે પોતાનામાં જ પ્રોટીઝ ટીમ માટે સપનાથી ઓછું નથી.

આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેના આ નિર્ણયથી અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં માત્ર ૫૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટી૨૦ ઈતિહાસમાં અફઘાનિસ્તાનનો આ સૌથી ઓછો સ્કોર પણ હતો.

દક્ષિણ આફ્રિકાની ટીમ માટે રીઝા હેન્ડ્રિક્સ અને ક્વિન્ટન ડી કોક ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ ડી કોક (૫) ૫ રન બનાવીને ફઝલહક ફારુકીના હાથે ક્લીન બોલ્ડ થયો હતો.

પરંતુ આ પછી રીઝા હેન્ડ્રીક્સ (૨૯) અને સુકાની એડન માર્કરામ (૨૩) અંત સુધી ટકી રહ્યા અને પોતાની ટીમને જીત સુધી પહોંચાડી. બંને નોટઆઉટ પરત ફર્યા હતા.આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યાે હતો, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ એક પછી એક વિકેટ ગુમાવતી રહી હતી.

પરિણામ એ આવ્યું કે અફઘાનિસ્તાનની ટીમ ૧૧.૫ ઓવરમાં માત્ર ૫૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ.અફઘાનિસ્તાન ટીમની પ્રથમ વિકેટ રહેમાનુલ્લાહ ગુરબાઝ (૦)ના રૂપમાં પડી હતી. તે ટીમના ૪ રનના સ્કોર પર આઉટ થયો હતો. આ પછી ગુલબદ્દીન નાયબ (૯), ઈબ્રાહિમ ઝદરાન (૨), મોહમ્મદ નબી (૦) અને નાંગેલિયા ખરોટે (૨) પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

જ્યારે આ પાંચ બેટ્‌સમેન આઉટ થયા ત્યારે અફઘાનિસ્તાન ટીમનો સ્કોર ૨૩/૫ હતો. આના થોડા સમય બાદ અઝમતુલ્લા ઉમરઝાઈ (૧૦) પણ આઉટ થઈ ગયો હતો. જ્યારે ઉમરઝાઈ આઉટ થયો ત્યારે અફઘાનિસ્તાન ટીમનો સ્કોર ૨૮/૬ હતો.ત્યારબાદ ૫૦ રનના સ્કોર પર કરીમ જનાત (૮), નૂર અહેમદ (૦) તબરેઝ શમ્સીના હાથે આઉટ થયા હતા.

આ પછી બીજી જ ઓવરમાં કેપ્ટન રાશિદ ખાન (૮) પણ ૫૦ રનના સ્કોર પર આઉટ થયો હતો. ત્યારબાદ નવીન ઉલ હક ૫૬ રન બનાવીને આઉટ થતાં જ અફઘાનિસ્તાનની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.દક્ષિણ આફ્રિકા તરફથી માર્કાે જાનસેન અને તબરેઝ શમ્સીએ ૩-૩ વિકેટ લીધી હતી. જ્યારે કેગીસો રબાડા અને એનરિક નોર્સિયાએ ૨-૨ વિકેટ લીધી હતી. જેન્સન ‘પ્લેયર ઓફ ધ મેચ‘ રહ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.