ચમનલાલ મહેતા શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
(પ્રતિનિધિ)ગોધરા. પ્રજાસત્તાક દિન નિમિત્તે ગોધરા નગર ખાતે શ્રી દિન દયાળ ટ્રસ્ટ દ્વારા આયોજિત માધવ કુંજ ખાતે દેશભક્તિ ગીતનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ગોધરાનગરની અલગ અલગ શાળાઓએ ભાગ લીધેલ હતો. જેમાં ગોધરા ડોક્ટર ચમનલાલ મહેતા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિજેતા બનેલ તમામ સ્પર્ધકોને ટ્રોફી તેમ જ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ વ્યક્તિગત સ્પર્ધામાં પણ શાળાની વિદ્યાર્થીની સોની દિશ્વરી કેયુરભાઈ તૃતીય ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સિવાય પણ મોરબી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલની બાળ પ્રતિભામાં ભજન વિભાગમાં પણ સોની દીશ્વરી કેયુરભાઈ તૃતીય ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કરેલ છે તે માટે શાળાના પ્રમુખશ્રી તથા શાળા પરિવાર તરફથી દરેક વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.