ફરી એક મુશ્કેલ કેસ ઉકેલવા કોર્ટ રૂમમાં પાછા ફર્યા ‘માધવ મિશ્રા’

મુંબઈ, દેખાવમાં સીધા અને સરળ પરંતુ મગજથી તેજ એવા વકીલ માધવ મિશ્રા (પંકજ ત્રિપાઠી) ઓટીટી પર વાપસી કરી રહ્યા છે. પંકજ ત્રિપાઠી આવતા મહિને તેમની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ચોથી સીઝન લઈને આવવાના છે. આ વખતે તેઓ ‘ફેમિલી મેટર’નો ઉકેલ લાવવા જઈ રહ્યા છે.
તેઓ કહે છે કે, ‘કહાની કે દો પહેલુ હોતે હૈ, પર સચ કા સિર્ફ એક હોતા હૈ.’ અને આ વખતે પણ એવું જ છે. નિર્માતાઓએ મંગળવારે ‘ક્રિમિનલ જસ્ટિસ ૪- અ ફેમિલી મેટર’નું ટીઝર રિલીઝ કર્યું હતું.નિર્માતાઓએ રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.
‘ક્રિમિનલ જસ્ટિસ ૪’ ૨૨ મે ૨૦૨૫થી જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, જેમ તમે કોઈ જૂના મિત્ર પાસે પાછા ફરો છો, એવી જ રીતે હું માધવ પાસે પાછો ફરી રહ્યો છું.’
આ સીઝનમાં પંકજ ત્રિપાઠી સાથે ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. મોહમ્મદ ઝીશાન અયુબ, સુરવીન ચાવલા, મીતા વશિષ્ઠ, આશા નેગી, શ્વેતા બાસુ પ્રસાદ, ખુશ્બુ અત્રે અને બરખા સિંહ પણ આ સિરીઝમાં મહત્વના રોલમાં છે.
આ સિરીઝનું દિગ્દર્શન રોહન સિપ્પી દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે તેની બધી સીઝનનું દિગ્દર્શન કર્યું છે. આને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને બીબીસી સ્ટુડિયો ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે.
આ વખતે માધવ મિશ્રાએ પ્રેમ પ્રકરણ અને એક ચોંકાવનારી હત્યાનું રહસ્ય ઉકેલવાનું છે. ‘ક્રિમિનલ જસ્ટિસ ૪’ નું ટીઝર ખૂબ જ દમદાર છે. જે દર્શકોને જકડી રાખશે. તે સુરવીન ચાવલાના એક દૃશ્યથી શરૂ થાય છે જેમાં તે માધવ મિશ્રાના દરવાજે મદદ માંગતી હોય છે. તે કહે છે કે ‘મને વકીલની જરૂર છે’. આ પછી પંકજ ત્રિપાઠી કહે છે, ‘આ કેસ એટલો સરળ નથી જેટલો લાગે છે, નહીંતર તે મારી પાસે ન આવ્યો હોત.’SS1MS