મધુબન ડેમના હાઈડ્રો પ્લાન્ટ દ્વારા વીજળીના ઉત્પાદનથી સરકારને વર્ષે ૮૦ લાખની આવક
મધુબન ડેમથી ઔદ્યોગિક એકમો દ્વારા રાજય સરકારને વર્ષે રૂ.૧૦૦ કરોડની આવક
સુરત, વલસાડ જિલ્લાના ચાર તાલુકા વાપી, ઉમરગામ, પારડી અને કપરાડા તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના લાખો લોકો માટે પીવાના પાણીથી માંડીને ખેતીવાડી અને ઔદ્યોગિક એકમો માટે જીવાદોરી સમાન ગણાતો મધુબન ડેમ ધોધમાર વરસાદને પગલે છલોછલ થતા વધામણા કરાયા છે. ડેમમાં નવા નીર આવતા આગામી વર્ષ દરમિયાન પાણીની તંગી વર્તાશે નહી એવી અનુભૂતિ થઈ રહી છે.
દમણગંગા યોજના વર્તુળના અધિક્ષક ઈજનેર સ્નેહલ એમ. પટેલે જણાવ્યું કે, આ ડેમ લાખો જનતા, ખેતીવાડી અને ઉદ્યોગો માટે કરોડરજજુ ગણાય છે. ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા પર૪.૮૬ એમસીએમ છે જેમાંથી વર્ષ દરમિયાન ૧૯૬.૯પ એમસીએમ પાણી રિલિઝ કરવામાં આવે છે. જેમાંથી ૭ર.૯૯ એમસીએમ ખેતીવાડી, ર૯.૭૮ એમસીએમ ઉદ્યોગો માટે અને ૮.રપ એમસીએમ પીવા માટે આપવામાં આવે છે.
જયારે ૭૬.૬પ એમસીએમ તળાવ/ ટાંકીમાં સ્ટોરેજ કરાય છે. ઔદ્યોગિક એકમોને અપાતા પાણીથી રાજય સરકારને વર્ષે અંદાજે રૂ.૧૦૦ કરોડની આવક થાય છે.
મધુબન ડેમમાંથી વીજળી ઉત્પાદન (હાયડ્રો પ્લાન્ટ) માટે હાલમાં ૧૦૧૪ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેમાંથી દર કલાકે પ.૬ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. જે વીજળી કપરાડા તાલુકાના નાનાપોંઢા સ્થિત જેટકોને સપ્લાય કરવામાં આવે છે. ડેમના હાઈડ્રો પ્લાન્ટ દ્વારા દર કલાકે પ.૬ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થતાં સરકારને વર્ષે ૮૦ લાખની આવક થાય છે.
આ અંગે દમણગંગા યોજના વિભાગ-૧ના મધુબન ડેમના એÂક્ઝકયુટીવ એન્જિનિયર એસ.એન.પટેલે જણાવ્યું કે, ૧૯૮૪માં આ ડેમ અÂસ્તત્વમાં આવ્યા બાદ વાપી, ઉમરગામ, દમણ અને દાદરા નગર હવેલીમાં લોકોની પીવાની પાણીની તરસ તો બુઝાય સાથે ખેતીવાડી અને અનેક જીઆઈડીસીઓ ધમધમવા માંડતા વિકાસને નવી રાહ મળી હતી અનેક લોકો રોજગારી મેળવી આર્થિક રીતે સદ્ધર બન્યા છે.