જાણો માધુરી દીક્ષિતની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાઝ !!
માધુરીને ખાધા પછી છાશ પીવી ગમે છે
માધુરી દીક્ષિત દરરોજ નાળિયેર પાણીનું સેવન કરે છે
પરંપરાગત ચાની સાથે બ્લેક-ટી અને કોફી પીવી ગમે છે
મુંબઈ, માધુરી દીક્ષિત અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બ્યુટી અને હેલ્થ ટિપ્સ શેર કરતી રહે છે. હાલમાં જ માધુરીએ એક પછી એક એવા ડ્રિંક્સ વિશે માહિતી આપી હતી જે તે નિયમિતપણે પીવે છે. માધુરી દીક્ષિત નેને ૫૪ વર્ષની ઉંમરે પણ ડાન્સ ક્વીન છે. તેમની સુંદરતા યુવાનવયની યુવતીઓને પણ શરમાવે તેવી છે. જાે તમે પણ તમારી વધતી ઉંમરને ગ્રેસફુલી ઈન્જાેય કરવા માગતા હોવ, તો માધુરી દીક્ષિતના આ મનપસંદ પીણાંનું સેવન ચોક્કસથી કરો. madhuri dixit secret diet
માધુરી કહે છે કે, આ બધા પીણાં તેને સ્વસ્થ-યુવાન અને ચમકદાર રહેવામાં મદદ કરે છે. કેટલાક પીણાં બોડી ડિટોક્સમાં મદદ કરે છે, જ્યારે કેટલાક સ્ટ્રેસ બસ્ટર તરીકે કામ કરે છે. તે જ સમયે, કેટલાક પીણાં ત્વચાને હાઇડ્રેટ રાખવામાં અને ગ્લો વધારવામાં મદદ કરે છે. માધુરી દિક્ષિતની સુંદરતાનું રાજ એ પણ છેકે, એ આખો દિવસ પોતાની બોડીનું ધ્યાન રાખે છે. ભૂખ તેનાથી સહન નથી થતી. એટલે કે સમયાંતરે નક્કી કરેલાં ડાયટ પ્લાનને ફોલો કરે છે.
View this post on Instagram
અને મોટેભાગે લિકવિડ ડાયટ લેવાનું પસંદ કરે છે. માધુરી દીક્ષિતને નારિયેળ પાણી પીવાનું પસંદ છે. તે દરરોજ નાળિયેર પાણીનું સેવન કરે છે કારણ કે તેણે નારિયેળ પાણીને તેના દૈનિક આહારનો ભાગ બનાવ્યો છે. માધુરી કહે છે, ‘હું મારા રોજિંદા જીવનમાં નારિયેળ પાણીનો સમાવેશ કરું છું. કારણ કે તે મારા તણાવને દૂર કરે છે, મારી ત્વચાને ચમકદાર રાખે છે અને મને સ્વસ્થ રાખે છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ તમારી ફેવરિટ ધક ધક ગર્લ ચાની દિવાની છે. એટલું જ નહીં, માધુરી પોતાની ચાને લઈને ખૂબ જ ગંભીર છે. એટલા માટે જ તેને શાંતિથી બેસીને ચાની દરેક ચુસ્કીની મજા લેવાનું પસંદ છે. માધુરીને પરંપરાગત ચાની સાથે બ્લેક-ટી અને કોફી પીવી પણ ગમે છે. જાેકે આ વાતનો આધાર તેમના મૂડ પર છે. માધુરીને દરરોજ એક કપ ચા પીવી ગમે છે. કારણ કે તેને પીધા પછી તેઓ પોતાની જાતને ફ્રેશ અને રિચાર્જ અનુભવે છે.
સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએકે, દૂધ-દહીં ખાતા રહો તો શરીર ચાલશે. એના પાછળનું કારણ એ છેકે, એનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. એટલાં જ માટે માધુરી દિક્ષિત રોજ જમ્યા પછી છાશ પીવાનું પસંદ કરે છે. તેનાથી બોડીને ઠંડક મળે છે. અને ફેસ પરનો અને સ્કીન પરનો ગ્લો પણ વધે છે.ss1