સલમાન ખાન સાથે સીન કરવા તૈયાર ન હતી માધુરી
મુંબઈ, વર્ષ ૧૯૯૦ના દશકની ઓલટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક આપ્યા પછી સલમાનની એક હિરોઇને તેની સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
સલમાનની એક કો-સ્ટારે સલમાનની સાથે એક ફિલ્મ કરવાથી ઇનકાર કરી દીધો હતો, કારણ કે તે તેની ભાભીનો રોલ કરવા તૈયાર ન હતી. તે કોઇ બીજુ નહીં પરંતુ માધુરી દીક્ષિત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માધુરીને હમ સાથ સાથ હૈ (૧૯૯૯)માં એક રોલ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ફિલ્મ ઠુકરાવી દીધી. આ આશ્વર્યની વાત હોઇ શકે છે કે માધુરીએ તે ડાયરેક્ટરની ફિલ્મને નકારી કાઢી જેણે તેને તેના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક ‘હમ આપકે હૈ કૌન’ (૧૯૯૪) આપી હતી.
જ્યારે હમ સાથ સાથ હૈ પ્રી-પ્રોડક્શન ફેઝમાં હતી, જ્યારે માધુરીને સાધનાની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, પરંતુ એક્ટ્રેસે પ્રેમ એટલે કે સલમાનની ભાભીનો રોલ કરવાથી ઇનકાર કરી દીધો.
માધુરીને લાગ્યુ કે હમ આપકે હૈ કોનમાં લવર બન્યા બાદ પબ્લિક તેને અને સલમાનને ઓન-સ્ક્રીન દિયર-ભાભી તરીકે સ્વીકાર નહીં કરે. આખરે તબ્બૂએ માધુરીની જગ્યા લીધી અને તેણે તેની ઓન-સ્ક્રીન ભાભીનો રોલ કર્યો.
રેડિફ સાથેના એક ઇન્ટરવ્યુમાં, માધુરીએ જણાવ્યું કે શા માટે તેને સ્ક્રિપ્ટ પસંદ હોવા છતાં તેણે ફિલ્મમાંથી પીછેહઠ કરી. તેણે કહ્યું, ‘જો તમે મને તબ્બુની જગ્યાએ રાખો અને સલમાન મારા પગને સ્પર્શે તેવી કલ્પના કરો, તો મને લાગે છે કે લોકો થિયેટરોમાં બૂમાબૂમ કરશે. અને મને લાગે છે કે તે સાચું છે, કારણ કે ‘HAHK’ સલમાન અને મારી વચ્ચેની લવ સ્ટોરી હતી.
માધુરી દીક્ષિતે વધુમાં જણાવ્યું કે તેને હમ સાથ સાથ હૈમાં કરિશ્મા અને નીલમના રોલ ભજવવામાં રસ હતો, પરંતુ સૂરજને તે આ ભૂમિકાઓ માટે યોગ્ય ન લાગી. હમ સાથ સાથ હૈ ૫ નવેમ્બર ૧૯૯૯ના રોજ રિલીઝ થઈ હતી અને તે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
હમ આપકે હૈ કૌન સિવાય સલમાન ખાન અને માધુરીએ હમ આપકે હૈ સનમ, સપને સાજન કે, સાજન, દિલ તેરા આશિક જેવી રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું છે. હમ તુમ્હારે હૈ સનમ અને સાજનમાં તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.SS1MS